GSTV
Crime India News Trending

હળાહળ કળિયુગ/ કામાંધ પિતાએ સાવકી સગીર પુત્રી સાથે કર્યું ન કરવાનું કામ, એચઆઈવી પોઝીટીવ હોવા છતાં આપ્યો ઘટનાને અંજામ

દીકરી

મહારાષ્ટ્રમાં એક એચઆઈવી પોઝીટીવ વ્યક્તિની સગીર બાળકી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીએ તેની સાવકી દીકરી પર બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો છે. માતા ઘરે હાજર ન હોય તેવા સમયે પિતાએ સાવકી પુત્રી પર બળાત્કાર કર્યો હતો. ઘટના મુંબઈની છે.

બળાત્કાર

મુંબઈ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે એચઆઈવી પોઝીટીવ પિતાને તેની સાવકી પુત્રી પર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 45 વર્ષીય આરોપી અને તેની પત્ની બંને એચઆઈવી પોઝીટીવ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીની માતા ગયા અઠવાડિયે ઘરની બહાર ગઈ હતી. એવા સમયે અપરાધીએ ઘટનાને અંજામ આપ્યો હતો. સાવકી પુત્રી ઉપર બળાત્કાર કરનાર વાસનિક પિતાએ બળાત્કાર પછી પીડિતાને મોં ન ખોલવાની ધમકી આપી હતી.

પીડિતા આ ઘટનાથી સમસમી ગઈ હતી. સાવકા પિતાને રોકવા છતાં કામાંધ પિતાએ પોતાની વાસના હવસ સંતોષવા માટે પોતાની સાવકી દીકરીને ટાર્ગેટ કરી હતી. પત્નિ બહાર જતાં જ સાવકી પુત્રી ઉપર તૂટી પડ્યો હતો.

પીડિતાએ આ ઘટનાની જાણ પાડોશી મહિલાને કરી હતી. પાડોશી મહિલા સગીરને લઈને પોલીસ સ્ટેશન પહોંચી. જે બાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.

પીડિતાના આરોપી પિતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને 506(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય POCSO એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે યુવતીના મેડિકલ રિપોર્ટની તપાસ કરી રહી છે. જેથી તે પણ હવે એચઆઈવી પોઝીટીવ છે કે કેમ તે જાણી શકાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ

Damini Patel

બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત

Damini Patel

મોટા સમાચાર/ આ દેશમાં 26/11 જેવો હુમલો : 13 કલાકથી આતંકીઓના કબજામાં હોટલ, મોટા બિઝનેસમેન સહિત 15ના મોત

Bansari Gohel
GSTV