GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

કોરોના સંકટ વચ્ચે ભીષણ ગરમીનો કહેર, આ 5 રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી

કોરોના સંકટની વચ્ચે ભીષણ ગરમીનો કહેર પણ ચાલુ છે. રાજસ્થાનના ચુરૂમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. અહીં આકરા ઉનાળામાં પારો ઉંચકાઇને 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે કે, રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના ચોથા તબક્કામાં માર્કેટ ખુલવાની છૂટ છતાં પણ બપોર પછી લોકો ઘરમાંથી નીકળવાનું ટાળી રહ્યા છે. આકરા તડકાના કારણે લોકો વહેલી સવારે જ જરૂરી સામાન લઇ લેવા મજબૂર બન્યા છે.

ટોપી અને ચશ્મા પહેરવા માટે પણ મજબૂર

ચુરૂ ઉપરાંત રાજસ્થાનના બિકાનેરમાં પણ ગરમીનો પારો ઊંચકાઇને 46 ડિગ્રીએ પહોંચી ગયો. જેના કારણે લોકો માસ્કની સાથે સાથે ટોપી અને ચશ્મા પહેરવા માટે પણ મજબૂર થયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી ત્રણ દિવસ રાજસ્થાનના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં લૂ ફંકાઇ શકે છે. વિભાગનું કહેવું છે કે, અહીં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી 48 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.

અમુક ભાગોમાં આકરી લૂ ફુંકાઇ શકે

ભારતીય હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસો સુધી રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને તેલંગાણાના અમુક ભાગોમાં આકરી લૂ ફુંકાઇ શકે છે. આઇએમડીએ કહ્યું કે, પંજાબ, હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના કિનારામાં તાપમાનમાં વૃદ્ધિ ચાલુ રહેશે. આગામી પાંચ દિવસમાં આ વિસ્તારોમાં ભિષણ લૂનો પ્રકોપ જોવા મળી શકે છે. અમુક સ્થળોએ તાપમાન 47 ડિગ્રીથી ઉપર પહોંચી શકે છે.

READ ALSO

Related posts

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel

આ 6 ખતરનાક યુદ્ધ વાહનોના કાફલાએ લદાખમાં લોકોનું ધ્યાન ખેંચ્યું નહીં, મોદી જેની આસપાસ હતા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!