GSTV

હાલોલ નગરપાલિકાની હિટલરશાહી, વિરોધ કરનારા લોકોના ઘરના પાણીના કનેક્શન કાપી નાખ્યા

હાલોલ નગરપાલિકાને તેના સફાઈ કામ કરતા રોજમદારો સાથે કામના કલાકો બાબતે વિવાદ ચાલી રહ્યો છે. પાલિકાને રાત્રી દરમ્યાન સફાઈ કામદારોને ફરજ ઉપર બોલાવવા છે. પરંતુ સફાઈ કામદારો તે મુદ્દે વિરોધ દર્શાવી રહ્યા છે. આ વિવાદ દરમ્યાન સફાઈ કામદારોને ઝુકાવવા માટે હાલોલ નગરપાલિકા દ્વારા હિટલરશાહીની યાદ અપાવે તેવા પગલા ભરવામાં આવતા માણસાઈ પણ શરમાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. 15 જેટલા સફાઈ કામદારો પાલિકા સામે પોતાની વાતને લઈને લડત લડી રહ્યા છે તેઓના ઘરના પાણીના જોડાણ કાપી નાખ્યવામાં આવ્યા છે. જેને કારણે સફાઈ કામદારો કોઈ વિરોધ ન કરે અને તેમનું મનોબળ તોડી શકાય. પાલિકાના આવા પગલાંને કારણે સફાઈ કામદારોમાં રોષ વધુ ભભક્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

READ ALSO

Related posts

પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ

pratik shah

ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ

Karan

સૌરાષ્ટ્રના 61લાખથી વધુ મતદારો કરશે પાંચ હજાર ઉમેદવારોના ભાવિનો ફેંસલો, સાંજ સુધી ઈવીએમમાં કેદ થઈ જશે ભવિષ્ય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!