ગુજરાતના મહાઠગ પીએમઓમાં નકલી ઓફિસર બનીને ઝેડ પ્લસ સિક્યોરિટી મેળવીને આખુ કાશ્મીર ખુદી વળ્યું હતું ત્યારે તાજેતરમાં આ મહાઠગ કિરણ પટેલની જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ મહાઠગ કિરણ પટેલના કેસમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાની પણ સંડોવણી બહાર આવી છે જેના પગલે સરકારે પાણી પહેલા પાળ બાંધી લીધી છે જે અંતર્ગત સીએમઓના પીઆરઓ હિતેષ પંડ્યા પાસેથી રાજીનામું લઈ લેવાયું છે અને આજે આ અંગે સત્તાવાર રીતે હિતેષ પંડ્યાએ રાજીનામું આપવાની જાહેરાત કરી છે.

ટાર્ગેટ કરવામાં આવ્યો એટલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
હિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમણે સીએમ અને પીએમ ઓફિસની ઈમાનદારીથી સેવા કરી હતી. પરંતુ તેમના અને તેમના પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એટલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, હિતેષ પંડ્યાએ ગાંધીનગરમાં રાજીનામું આપ્યા અગાઉ જ સરકારી બંગ્લો ખાલી કરી દીધો છે અને હાલમાં તેઓ પરિવાર સાથે શેલામાં રહે છે.
અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ
મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય છે. ભાજપે તેમની નિમણૂંક સોશિયલ મીડિયા સેલમાં કરી હતી. પરંતુ કિરણ પટેલનો વિવાદ બહાર આવતાં જ તેમાં અમિત પંડ્યાનું નામ ચર્ચાએ ચડતાં જ ભાજપે તાબડતોબ અમિત પંડ્યાને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરીને સોશિયલ મીડિયા સેલમાંથી પણ દૂર કર્યા હતાં.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો