GSTV

BIG BREAKING / ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર, જાણો કોના નામ પર મરાઇ અંતિમ મહોર

Last Updated on October 21, 2021 by Dhruv Brahmbhatt

છેલ્લાં કેટલાંય સમયથી ગાંધીનગરના નવા મેયરના નામને લઇને અવનવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે અંતે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું છે. એટલે કે ગાંધીનગરને અંતે પાંચમા નવા મેયર મળી ગયા છે. ગાંધીનગરના પાંચમા નવા મેયર તરીકે હિતેશ મકવાણાના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે. ચૂંટણી બાદ ગાંધીનગર કોર્પોરેશન બોર્ડની પ્રથમ બેઠક મળી હતી. જેમાં મેયર તરીકે હિતેશ મકવાણાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય પૂનમચંદ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છે. જો કે મેયર પદ માટે આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું હતું. આપમાંથી તુષાર પરીખ અને કોંગ્રેસમાંથી અંકિત બારોટે ફોર્મ ભર્યું હતું. નોંંધનીય છે કે, નવા ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની નિયુક્તિ કરવામાં આવી છે.

This image has an empty alt attribute; its file name is hitesh-makwana-gandhinagar-mayor-1024x683.jpg
(મેયર હિતેશ મકવાણા)

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી સંપન્ન થયા બાદ ૪૪માંથી ૪૧ બેઠક જીતીને જંગી બહુમતિ ભાજપે મેળવી લીધી હતી ત્યારે નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવામાં આવી જેમાં ગાંધીનગરના પાંચમાં મેયરની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે, અનુસુચિત જનજાતિની બેઠક મેયર માટે હોવાને કારણે પુરુષમાં બે નામ ખુબ જ ચર્ચામાં હતાં ત્યારે અંતે ગાંધીનગર મનપાના નવા મેયર તરીકે હિતેશ મકવાણાના નામ પર અંતિમ મહોર મરાઇ છે.

gandhinagar municipal corporation

આજ રોજ કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરાયું હતું

રાજયના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ હતી અને ૪૪ પૈકી ૪૧ બેઠકો ઉપર ભાજપે જીત હાંસલ કરી હતી. જ્યારે આપના ફાળે એક અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી. ત્યારે નવરાત્રીના પર્વ દરમ્યાન ભાજપે સામાન્ય સભા બોલાવવાનું મુનાસીફ માન્યું ન હોતું.

હવે નવરાત્રીના તહેવારો પૂર્ણ થઈ ગયા છે અને ચૂંટાયેલા કોર્પોરેટરો પણ વિસ્તારની મુલાકાતો લઈને મુકત થયા છે જેના પગલે હવે આજે તા. ર૧ ઓકટોબરે કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, હવે મેયરના નામ પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે ત્યારે હજુ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને સભ્યોની વરણી કરવાની બાકી છે.

bjp flag

ગાંધીનગર કોર્પોરેશનની મેયરની ખુરશી આ વખતે અનુસુચિત જાતી માટે અનામત છે ત્યારે ભાજપ તરફથી વોર્ડ નં.૪ અને વોર્ડ નં.આઠમાં અનુક્રમે હિતેષ મકવાણા અને ભરત દીક્ષિત વિજય બન્યા છે આ બન્ને અનુ.જાતીના કોર્પોરેટરો વચ્ચે મેયરની ખુરશીની સ્પર્ધા હાલ સીધી રીતે દેખાઇ રહી હતી.

સ્ટેન્ડીંગ કમિટીમાં સ્થાન મેળવવા માટે કોર્પોરેટરો ગોડફાધરના શરણે હતાં

ગાંધીનગર ખાતે આજે બેઠકમાં આગામી અઢી વર્ષ માટે સ્ટેન્ડીંગ કમિટીની રચના હાથ ધરવામાં આવશે. આ સ્થાયી સમિતિમાં કુલ ૧ર સભ્યોની વરણી કરવાની હોય છે જેને લઈ ભાજપના કોર્પોરેટરો ચૂંટાયા ત્યારથી પ્રદેશ નેતાઓના શરણે પહોંચી ગયા છે. કોર્પોરેશનમાં મોટા ભાગની સત્તા સ્થાયી સમિતિ હસ્તક હોય છે જેથી આ સ્થાયી સમિતિમાં સ્થાન મેળવવા માટે કોર્પોરેટરો ધમપછાડા કરી રહ્યાં છે. સ્થાયી સમિતિમાં સ્થાન મેળવવું ભાજપના તમામ કોર્પોરેટરોનું એક સપનું છે. ઉલ્લેખનીય છે કે મેયરની ખુરશી અનુ.જાતિ અનામત છે ત્યારે ડેપ્યુટી મેયર પદે ભાજપ જ્ઞાતિનું સમીકરણ ધ્યાનમાં રાખશે જયારે સ્થાયી સમિતિમાં તમામ વર્ગના કોર્પોરેટરોનો સમાવેશ થઈ શકે તેવા પ્રયત્નો કરાશે. ભાજપમાંથી ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરોના પતિ પણ તેમની પત્નિનું નામ સ્ટેન્ડીંગ કમિટિમાં આવે તે માટે છેલ્લી ઘડીનો પ્રયત્ન કરી રહ્યાં છે.

cr patil

હિતેષ મકવાણા અને ભરત દીક્ષિત ઉપરાંત ત્રણ મહિલાઓના નામ હતાં રેસમાં

ગાંધીનગર કોર્પોરેશનની ૪૪ પૈકી ૪૧ બેઠકો ઉપર જંગી વિજય મેળવ્યા બાદ ભાજપ માટે મેયરના ઉમેદવાર પસંદ કરવા અઘરા નથી કારણકે ગાંધીનગર કોર્પોરેશનમાં મેયરની ખુરશી અનુ.જાતિ માટે અનામત છે અને ભાજપ તરફથી વિજયી બનેલા ૪૧ પૈકી બે પુરુષ અને ત્રણ મહિલા કોર્પોરેટરો અનુ.જાતિની બેઠક ઉપરથી જીત્યા છે. જેથી આ પાંચ નામો પૈકી જ મેયરની પસંદગી કરવામાં આવી.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાય તે પહેલા રોટેશન પ્રમાણે મેયરની બેઠક અનુ.જાતિ માટે અનામત જાહેર કરી દેવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો ભાજપના વિજયી બનેલા ૪૧ પૈકી બે પુરુષ અને ત્રણ મહિલા ઉમેદવારો અનુ.જાતિની બેઠક ઉપર વિજયી બન્યા છે. વોર્ડ નં.૪માંથી હિતેશ મકવાણા જયારે વોર્ડ નં.૮માંથી ભરત દિક્ષિત વિજેતા બન્યા છે. ખાસ કરીને હિતેશ મકવાણા કે જે પૂર્વ ધારાસભ્ય પુનમ મકવાણાના પુત્ર છે તેમનું પલ્લું રાજકીય રીતે વધુ મજબુત છે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

Zainul Ansari

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!