GSTV

વિમ્બલડન ટેનિસને થયા 143 વર્ષ પૂર્ણ, આવો રહ્યો છે તેનો રસપ્રદ ઈતિહાસ

Last Updated on July 10, 2020 by Ankita Trada

વિમ્બલડન ટેનિસ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી લોકપ્રિય ટેનિસ ટુર્નામેન્ટ છે. વર્ષ દરમિયાન ચાર ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ યોજાતી હોય છે જેમાં વિમ્બલડનનું આકર્ષણ અનોખું હોય છે. બરાબર 143 વર્ષ અગાઉ વિમ્બલડનનો પ્રારંભ થયો હતો. દરેક ખેલાડીનું એક સ્વપ્ન હોય છે કે તે કરિયરમાં કમસે કમ એક વાર તો વિમ્બલડનમાં ચેમ્પિયન બને. આ ગ્રાસકોર્ટ પર રમાતી ટુર્નામેન્ટમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ સ્વિસ ખેલાડી રોજર ફેડરરના નામે છે. વિમેન્સ સિંગલ્સમાં અમેરિકાના માર્ટિના નવરાતીલોવા આ રેકોર્ડ ધરાવે છે. આ વખતે કોરોના વાયરસને કારણે આ ટુર્નામેન્ટ રદ કરાઈ છે. 1945 બાદ પહેલી વાર વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટ રદ કરવાની ફરજ પડી છે.

1877ની નવમી જુલાઈએ વિમ્બલડનો પ્રારંભ થયો ત્યારે સિંગલ્સ ઈવેન્ટ થતી

1877ની નવમી જુલાઈએ વિમ્બલડનો પ્રારંભ થયો હતો. એ વખતે ત્યા માત્ર સિંગલ્સ ઇવેન્ટ થતી હતી અને તેને જેન્ટલમેન સિંગલ્સ તરીકે ઓળખાતી હતી.  1877માં 22 ખેલાડીએ તેમાં ભાગ લીધો હતો જેમાં બ્રિટનના સ્પેન્સર ગોરેએ ટાઇટલ જીત્યું હતું. લંડનમાં એક પરગણું છે જેનુ નામ વિમ્બલડન છે અને તેના નામ પરથી આ ટુર્નામેન્ટ વિમ્બલડન તરીકે ઓળખાય છે. પ્રારંભિક કાળમાં તેમાં અંગ્રેજ ખેલાડીઓનો દબદબો રહ્યો હતો પરંતુ ત્યાર બાદ અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિડન અને સ્વિટઝર્લેન્ડના ખેલાડીઓ ટાઇટલ જીતવા લાગ્યા હતા. છેલ્લે સર્બિયાના નોવાક યોકોવિચે મેન્સ સિંગલ્સ અને સિમોના હાલેપે વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.

1960માં રામનાથન ક્રિષ્ણને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

ભારતનો કોઈ ખેલાડી મેન્સ કે સિંગલ્સ ટાઇટલ જીતી શક્યો નથી પરંતુ 1960માં રામનાથન ક્રિષ્ણને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રામનાથને 1954માં જુનિયર વિમ્બલડન ટાઇટલ જીત્યું હતું. 1999માં લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિએ ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.  લિએન્ડર પેસે તો અહીં ચાર વખત મિક્સ ડબલ્સ ટાઇટલ જીતેલા છે.

READ ALSO

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

કોણે કાપ્યું બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન ખાનનું પત્તુ ? 15મી સીઝનને કરણ જોહર કરશે હોસ્ટ

Damini Patel

રાજ કુંદ્રા કાંડ/ પતિના કારનામાના લીધે શિલ્પા શેટ્ટી ક્યાંય મોઢુ દેખાડવા લાયક ના રહી, હાથમાંથી નીકળી ગયા કરોડોના કોન્ટ્રેક્ટ્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!