GSTV

પેરિસઃ પૈગંબર મોહમ્મદનું કાર્ટુન વિદ્યાર્થીને દેખાડનારા ટીચરનું શિરાચ્છેદ, પોલીસે આરોપીને મારી ગોળી

Last Updated on October 17, 2020 by Mansi Patel

પેરીસમાં એક શખ્સે એક શિક્ષકનું માથુ કાપી નાખ્યું કારણ કે તેણે પૈગંબર મોહમ્મદનું કાર્ટુન પોતાના વિદ્યાર્થીઓને દેખાડ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે તે બાદ આ શખસે નારો લગાવવા લાગ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ પહોંચી તો તેણે બંદુક દેખાડી અને ડરાવવાની કોશિશ કરી હતી. જો કે બાદમાં પોલીસે તેને ગોળી મારી દીધી હતી.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ ઘટનાની કરી નિંદા

એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ઈતિહાસના ટીચરે પોતાના વિદ્યાર્થીઓને પૈગંબર મોહમ્મદનું કાર્ટુન દેખાડ્યું હતું. તેના કારણે આ શખ્સ નારાજ થયો હતો. કાર્ટુન દેખાડવાથી નારાજ થયેલા શખસે શિક્ષકની પાસે ચાકુ લઈને પહોચ્યો હતો અને તેનુ માથુ કાપી નાખ્યું હતું. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યારે ઘટનાસ્થળે આરોપી હાજર હતો. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોંએ પેરિસના ઉત્તર-પશ્ચિમિ ઉપનગરોમાં એક શિક્ષકનું ગળુ કાપવાની આ ઘટનાની નિંદા કરી હતી. તેણે ચરમપંથીઓ સામે ત્વરીત અને કડક કાર્યવાહી કરવા માટે વચન આપ્યું છે. રાષ્ટ્રપતિએ હૂમલાના કેટલા કલાકો બાદ કોન્ફલૈન્સ સો હોનોરી મિડલ સ્કુલનો પ્રવાસ કર્યો હતો.

શંકાસ્પદને 600 મીટર દુર જ ઠાર કરાયો

રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મૈક્રોએ કહ્યું કે, અમારા એક નાગરિકની આજે હત્યા કરી દેવામાં આવી છે. કારણે તે વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની આઝાદી શીખડાવી રહ્યાં હતાં. વાસ્તવિકતામાં ફ્રાંસમાં પૈગંબર મોહમ્મદ સંબંધિત વિવાદમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નીપજી ચુક્યાં છે. જો કે, પોલીસ જ્યારે આરોપીને હથિયાર નીચે નાખવા માટે કહ્યું હતું. પરંતુ તે પોલીસને હથિયાર દેખાડી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘણો દુર પહોંચીને તે શખસ પાછી પોલીસે બંદુક દેખાડી અને આત્મસમર્પણ કરવાથી ઈનકાર કર્યો હતો. આ દરમયાન પોલીસે તેને ગોળી મારી હતી. હવે આ મામલામાં તપાસના આદેશ કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શંકાસ્પદની પાસે એક ચાકુ અને બંદુક હતી. શંકાસ્પદ આ ઘટનાસ્થળથી આશરે 600 મીટરની દુર માર્યો ગયો, જ્યાં ટીચરની તેણે હત્યા કરી હતી.

Related posts

મોટી રાહત: મોદી સરકારે રોકાણકારોને આપી સૌથી મોટી ગિફ્ટ, સરકારે લોન્ચ કરી સિંગલ વિન્ડો સિસ્ટમ

Pravin Makwana

Appleની અફલાતૂન ઑફર! iPhone 13 પર મળી રહ્યું છે 46000નું તગડુ ડિસ્કાઉન્ટ, ઝડપી લો શાનદાર મોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!