GSTV

ટેક્નોલોજીનો ઈતિહાસ : જાણો ફેબ્રુઆરીના આ અઠવાડિયે શું શું બન્યું હતું ?

ફેબ્રુઆરી ૧૭, ૧૯૫૯: પહેલો વેધર સેટેલાઇટ લોન્ચ થયો

આજે સુપર કમ્પ્યુટર્સનો પ્રોસેસિંગ પાવર ગજબ વધી ગયો છે એટલે હવામાનની ખાસ્સી સચોટ આગાહી શક્ય બની છે. પરંતુ અડધી સદી પહેલાં એવી સ્થિતિ નહોતી. આજના દિવસે વિશ્વનો પહેલો વેધર સેટેલાઇટ વેનગાર્ડ-૨ અવકાશમાં તરતો મૂકાયો, જોકે એ   બહુ સફળ નીવડ્યો નહીં. ત્યાર પછીના વર્ષે લોન્ચ થયેલો ટાઇરોસ-૧ નામનો વેધર સેટેલાઇટ વધુ સફળ રહ્યો હોવાથી, તેને પણ પહેલો વેધર સેટેલાઇટ માનવામાં આવે છે.

ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૭ : ક્લોનિંગની શરૂઆત

સ્કોટલેન્ડના વિજ્ઞાનીઓએ આજના દિવસે જાહેર કર્યું કે તેમણે સફળતાપૂર્વક એક ઘેંટાનું ક્લોનિંગ કર્યું છે, જેને તેમણે નામ આપ્યું ડોલી. આજની ડિજિટલ ટેકનોલોજી સાથે આ વાતને કોઈ સીધો સંબંધ નથી. પણ એ જાણવા જેવું છે કે ડિજિટલ વર્લ્ડમાં હવે જુદા સ્વરૂપે ક્લોનિંગ થઈ રહ્યું છે, જેને ‘ડિજિટલ ટ્વિનિંગ’ કહે છે. તેમાં નાની મોટી ચીજવસ્તુથી માંડીને મહાકાય એરોપ્લેન્સને મેન્યુફેકચર કરતી વખતે તેનું વર્ચ્યુઅલ, ડિજિટલ વર્ઝન તૈયાર કરવામાં આવે છે અને જુદી જુદી બાબતોની ચકાસણી આ ડિજિટલ ક્લોન પર કરવામાં આવે છે. બરાબર એ જ રીતે જીવતા જાગતા માણસનું પણ ડિજિટલ વર્ઝન તૈયાર કરીને જુદી જુદી દવાની તેના પર શી અસર થશે એ તપાસ્યા પછી સાચા માણસને એ દવા આપવામાં આવે એવા દિવસો પણ નજીક આવી રહ્યા છે!

ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૯ : પહેલી ઇન્ટરનેટ બેન્ક

આજના દિવસે ‘બેન્ક ઓફ ઇન્ડિયાના’ લોન્ચ થઈ, જે દુનિયાની પહેલી ‘ઇન્ટરનેટ બેન્ક’ ગણાઈ. આ બેન્કની કોઈ વાસ્તવિક શાખા નથી. તેનું બધું કામકાજ માત્ર ઇન્ટરનેટ દ્વારા કરી શકે છે. બેન્કે ટેલિફોનથી પર્સનલ  સર્વિસિસ આપવાની બાબતે પણ નામના મેળવી છે.

ફેબ્રુઆરી ૨૩, ૨૦૦૫ : પહેલો મોબાઇલ વાઇરસ

આજના દિવસે ‘કેબિર’ નામનો પહેલો મોબાઇલ વાઇરસ જાણવા મળ્યો હોવાની જાહેરાત થઈ. જોકે હવે આપણે આ વાયરસથી ડરવાની જરૂર નથી કારણ કે એ સિમબાયન ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોનમાં આતંક મચાવતો હતો અને બ્લ્યૂટૂથ સિગ્નલથી પણ તે ફેલાતો હતો. અગાઉ જબરદસ્ત લોકપ્રિય થયેલા નોકિયા ફોન્સમાં સિમબાયન ઓપરેટિંગ સિસ્ટમ હતી, હવે એન્ડ્રોઇડના જુવાળમાં તે ભૂલાવા લાગી છે.

Read Also

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan

લોકડાઉન: જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

101 વર્ષ પહેલાં મહામારીમાં જન્મી, વિશ્વયુદ્ધ જોયુ અને હવે કોરોનાને પણ આપી માત

Karan
Do NOT follow this link or you will be banned from the site!