GSTV

બે દેશની રાજધાની કહેવાય છે આ શહેર, ઘણો જ અનોખો છે ઈતિહાસ

Last Updated on June 15, 2020 by

ભલે તમે રોમ ના ગયા હોય પણ તમે તેના વિશે શાંભળ્યું જરૂર હશે. વાસ્તવમાં તો તે ઈટાલીની રાજધાની છે પરંતુ તેના સીવાય એક દેશ છે જેની રાજઘાની રોમ કહેવાય છે. આ દેશનું નામ છે વેટિકન સીટી. જેને વિશ્વનો સૌથી નાનો દેશ ગણવામાં આવે છે. ઈસાઈ ધર્મના પ્રમુખ સંપ્રદાય રોમન કેથોલિક ચર્ચનું આ કેન્દ્ર છે અને આ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપનું નિવાસ સ્થાન પણ છે. વાસ્તવમાં વેટિકન સિટી રોમના અંદર જ આવેલ છે. આ માટે રોમ બે દેશની રાજધાની કહેવામાં આવે છે.

રોમને સાત પહાડિયોનું નગર, પ્રાચિન વિશ્વની સામગ્રી અને ઈટરનલ સિટી(હોલી સિટી એટલે કે પવિત્ર શહેર) જેવા ઉપનામથી પણ ઓળખવામાં આવે છે. આ શહેર વર્ષ 1871માં ઈટાલી સામ્રાજ્યની રાજધાની બન્યું હતું અને 1946માં આ ઈટાલી ગણતંત્રની રાજધાની કહેવાયું.

પ્રાચિનકાળમાં રોમ એક સામ્રાજ્ય હતું, જેમના સંસ્થાપક અને પહેલા રાજા રોમ્યુલસ હતા. માનવામાં આવે છે કે તેમના જ નામ પર રોમનું નામ કરણ કરવામા આવ્યું છે. રોમ્યુલસનો એક જુડવા ભાઈ પણ હતો જેમનું નામ રેમુસ હતું. કહેવામાં આવે છે કે તેમને માદા ભેડિયાએ પાળ્યો હતો. માનવામાં આવે છે કે ઈમારતો બનાવવા માટે વિશ્વ સૌ પ્રથમ કોંક્રિટનો ઉપચોગ 2100 વર્ષ પહેલા રોમના રહેવાશી યાની રોમન લોકોએ કર્યો હતો. માત્ર એટલુ જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે વિશ્વનો પહેલો શોપિંગ મોલ આહિયા 107-110 ઈસ મા જ બની ગયો હતો. જેમને ટ્રેજન્સ માર્કેટ કહેવામાં આવતું હતું.

રોમને જો ચર્ચનું શહેર કહેવામાં આવે તો કઈ ખોટુ નથી. કેમ કે અહિયા 900 થી વધારે ચર્ચ છે. જેમા કેટલાક તો કેટલાય વર્ષ જૂના છે. આ ઉપરાંત અહિયા 200 થી પણ વધારે ફુવારા પણ છે. અહિયાની ઐતિહાસિક ટ્રેવી ફાઉંટેન પર્યટકોને સૌથી વધારે પસંદ આવે છે. અહિયા હજારોની સંખ્યામાં લોકો આવે છે. રોમમાં આવેલ કોલેજીયમના વિશે તો તમે શાંભળ્યું જ હશે. જેને અંગ્રેજીમાં ફ્લાવ્યિન એમ્ફિથિએટર કહેવામાં આવે છે. તે વિશ્વના સાત અજુબામાં કહેવામાં આવે છે. યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મધ્ય યુગ સુધીમાં કોલોજિયમનો ઉપયોગ એક કિલ્લાના રૂપમાં કરવામાં આવતો હતો.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!