GSTV

10 હજાર વર્ષ જૂનો છે પોપકોર્નનો ઈતિહાસ, સ્વાદની શરૂઆત જાણી થઈ જશો અચંબિત

Last Updated on September 7, 2020 by Bansari

કુરકુરા અને સેહતથી ભરેલી કંઈ વસ્તુ ખાવાનુ જો મન થાય અને ચાવવામાં પણ સરળતા રહે તેવું કંઈક જોઈએ તો, પોપકોર્નથઈ વધુ સારી કંઈ વસ્તુ હોય શકે છે. સમયની સાથે પોપકોર્નના સ્વાદ અને તેને પકાવવાની રીતમાં પણ ઘણા ફેરફાર ડોવા મળ્યા છે. જો કે, લોકો આજે પણ પોપકોર્નને ગેસ અથવા સ્ટાવ પર જ ફુલાવે છે, પરંતુ માઈક્રોવેવના કારણે તેને બનાવવું આજે પણ સરળ બન ગયુ છે.

વિવિધ સ્વાદ તમને ચોંકાવી દેશે

મકાઈના દાણાથી બનતા પોપકોર્ન ખરેખર તો, સ્નેક્સ તરીકે તેટલા નવા નથી, જેટલા આપણને લાગે છે. લગભગ 10 હજાર વર્ષ પહેલા પોપકોર્નને ઘરેલુ ઉપયોગ માટે લેવામાં આવતા હતા અને આર્કિયોલોજિસ્ટ્સને તેની શોધ કરી હતી. તેથી જ લોકો ઘણા હજાર વર્ષ પહેલાથી જ પોપકોર્નનો સ્વાદ માણી રહ્યા છે. પોપકોર્નના સ્વાદની શરૂઆત થઈ હતી માત્ર મીઠા સાથે, પરંતુ વર્તામન સમયમાં તેના વિવિધ સ્વાદ તમને ચોંકાવી દેશે.

પોપકોર્નના દાણા બે રંગમાં મળે છે

ખાસ કરીને કેટલાક રોચક સ્વાદ જેવા કે, ચિલી ચીજ, સોલ્ટેડ કેરેમલ, બ્રાઉની પોપકોર્ન અને આવા જ બીજા ઘણા બધ સ્વાદ. પોપકોર્નની આ પ્રકારની વિવિધતા પર થોડી વધારે રોશની નાખીએ તો, મકાઈના દાણાને પીળા અને સફેદ રંગમાં વેંચી દેવામાં આવે છે અને તેમાં દરેકમાં વિવિધતા જોવા મળષે. પીળા રંગના પોપકોર્ન બે સાઈઝમાં મળ છે, બેબી કોર્ન અને બડાવાલા કોર્ન. તેનો એક સ્વાદ હોય છે. જ્યારે સફેદ દાણો ફૂલીને પીળા રંગના દાણાની સરખામણીમાં નાનો રહી જાય છે અને તેનો પણ એવો હોય છે કે, જે અલગથી મહસૂસ નથી થતો. તેથી જ બીજી ખાદ્ય સામગ્રી સાથે જ્યારે તેને ભેળવવાની વાત આવે છે, ત્યારે તેને જ પસંદ કરવામાં આવે છે.

સ્વાદમાં વિવિધતા

જમવાની વાત કરીએ તો, પોપકોર્ન હવે સિનેમાઘરોમાંથી નીકળીને વેફર્સ જેવી ખાવાની વસ્તુમાં પણ વાપરવામાં આવે છે. લોકો પોપકોર્નને પિકનિક પર, જમવાનુ પેક કરીને લઈ જવામાં, લાંબી કાર ડ્રાઈવ દરમિયાન અને બાળકોના સ્નેક્સ બોક્સમાં, સ્કૂલ બાદ સ્નેક્સમાં પણ ખૂબ જ વપરાશ કરે છે. પોપકોર્નની એક સારી વાત છે કે, તમે તેને કેલરીની ચિંતા કર્યા વગર જ ખાઈ શકો છો. કારણ કે, તેને તળીને બનાવવામાં આવતા નથી. પોપકોર્નને પરંપરાગત સામગ્રીઓ જેવી કે, મીઠું, કેરમલ અને ચીજની સાથે-સાથે તમે ફેંટેલા ક્રિમને પણ કેરમલ પોપકોર્નની સાથે બનાવવાનો પ્રયોગ કરી શકો છો. સાથે જ તેમાં તમે બેરીજ પણ ભેળવી શકો છો.

મીઠો-મીઠો સ્વાદ

શેફ ખન્ના જણાવે છે કે, ફ્લેવર્ડ પોપકોર્ન સિવાય તેને આપણી રસોઈમાં ફ્રાઈડ મીટ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે અને ચોકલેટ સોસ, રોકી રોડ બ્રાઉનીઝ અને અન્ય મીઠા વ્યંજનોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. કંઈક મીઠી વસ્તુ બનાવવી હોય તો, તેમાં પ્રોટીન બાર, ગ્રૈનોલા બાર, કેરમલ પોપકોર્ન બ્રાઉની અને બટર કોફી પોપકોર્ટ ટાર્ટ બનાવી શકાય છે. જો તમે પોપકોર્નના ફ્લેવરને સાદી રીતે ખાઈને કંયાળ્યા છો તો, તેમાંથી ઘણા વ્યંજન બનાવી શકાય છે.

પિટ્ટા પોકેટ સેન્ડવિચ બનાવી શકો

તમે પોપકોર્નને પ્રમુખ સામગ્રી તરીકે ઉપયોગ કરી શકો છો અને બીજી વસ્તુઓ સાથે મળીને કંઈક નવી મીઠી વાનગી અને સ્વાદિષ્ટ બનાવી શકો છો. જેમાં ચોકલેટ ચિપ કુકીજ, આઈસ્ક્રીમ મિક્સમાં બ્લેન્ડ કરીને, ડાર્ક ચોકલેટ પોપકોર્ન બ્રાઉનીઝ, પોપકોર્નવાળી ગ્રૈનોલા બાર, પોપકોર્ન અને ઓટ્સની પોરિજ અને પિટ્ટા પોકેટ સેન્ડવિચ બનાવી શકો છો.

READ ALSO

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!