GSTV
Rath Yatra 2020

જગન્નાથ પૂરીની રથયાત્રાનો પુરો ઈતિહાસ…, કેમ સુપ્રીમે આપવી પડી શરતી મંજૂરી, આવી છે પરંપરા

ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથજીનું મંદિર આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ મંદિર હિન્દુઓના ચારધામોનાં તીર્થમાંથી એક છે. કહેવાય છેકે, મરતા પહેલાં દરેક હિન્દુઓએ ચારધામની યાત્રા કરવી જોઈએ, તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુનાં અવતાર કૃષ્ણનું મંદિર છે.  આ મંદિરમાં લાખો ભક્તો દર્શન કરવા માટે દરવર્ષે આવે છે. આ જગ્યાનું મુખ્ય આકર્ષણ જગન્નાથ પુરીની રથયાત્રા છે.  જે કોઈ તહેવારથી કમ નથી. તેને પૂરી સિવાય દેશ તેમજ વિદેશોના ઘણા વિસ્તારોમાં કાઢવામાં આવે છે.

ક્યારે નીકળે છે જગન્નાથ પૂરીની રથયાત્રા

જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે. આ વર્ષે તે 4 જૂલાઈ 2019ને ગુરૂવારે નીકળશે. રથયાત્રાનો મહોત્સવ 10 દિવસનો હોય છે. જે શુક્લપક્ષની અગિયારસનાં દિવસે પુરો થાય છે. આ દરમ્યાન પૂરીમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. અને આ મહાઆયોજનનો હિસ્સો બને છે. આ દિવસે ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જાવામાં આવે છે. ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. જેની તૈયારીઓ મહિનાઓ પહેલાંથી શરૂ કરી દેવાય છે.

પૂરીની રથયાત્રાની કહાની

રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. જેને કારણે આ મહોત્સવનું આયોજન થાય છે. ચાલો જાણીએ તેના વિશે

  • અમુક લોકોનું માનવું છેકે, કૃષ્ણની બહેન સુભદ્રાજી પિયર આવે છે. અને તેમના ભાઈઓ સમક્ષ નગરભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર ચર્યાએ નીકળે છે. ત્યારબાદથી રથયાત્રાના પર્વની શરૂઆત થઈ છે.
  • તેના સિવાય કહેવાય છેકે, ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણનાં માસી છે, જે ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રજી સાથે માસીનાં ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે.
  • શ્રીકૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે, તેના માટે કંસ ગોકુલમાં સારથિ સાથે રથ મોકલાવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે. એટલે ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થઈ છે.
  • અમુક લોકોનું માનવું છેકે, આ દિવસે શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ-બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે.
  • ભગવાન કૃષ્ણની રાણીઓ માતા રોહિણીને તેમની રાસલીલા સંભળાવવા માટે કહે છે. માતા રોહિણીને લાગે છેકે, કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા વિશે બહેન સુભદ્રાએ સાંભળવું જોઈએ નહી. એટલે તે સુભદ્રાજીને બલરામ અને કૃષ્ણ સાથે રથયાત્રામાં મોકલી દે છે.  તે સમયે ત્યાં નારદજી પ્રકટ થાય છે.અને ત્રણેયને એકસાથે જોઈને પ્રસન્ન થઈ જાય છે. અને પ્રાર્થના કરે છેકે, આ ત્રણેયનાં દર્શન આજ રીતે દર વર્ષે કરવા મળે. તેમની આ પ્રાર્થના સાંભળી લેવામાં આવે છે અને એટલે જ દરવર્ષે રથયાત્રા દરમ્યાન આ ત્રણેયનાં દર્શન કરવા મળે છે.

જગન્નાથ મંદિરનો ઈતિહાસ

કહેવાય છેકે, શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ જ્યારે તેમના પાર્થિવ દેહને દ્વારકા લાવવામાં આવે છે. ત્યારે બલરામ તેમના ભાઈના મૃત્યુથી વધારે દુખી થઈ જાય છે. કૃષ્ણના દેહને લઈને સમુદ્રમાં કુદી જાય છે. તેમની પાછળ પાછળ સુભદ્રા પણ કુદી જાય છે. આ સમયે ભારતના પૂર્વમાં સ્થિત પૂરીના રાજા ઈન્દ્રદ્વિમુનાને સપનું આવે છેકે, ભગવાનનાં દેહ સમુદ્રના પાણીમાં તરી રહ્યા છે, જેથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવડાવી જોઈએ અને મંદિરનું નિર્માણ કરવું જોઈએ. તેમને સ્વપ્નમાં દેવદૂત કહે છેકે, કૃ,ણની સાથે બલરામ અને સુભદ્રાની લાકડાની પ્રતિમા બનાવવામાં આવે. અને શ્રીકૃષ્ણની અસ્થિઓને પ્રતિમાની પાછળ છેદ કરીને રાખવામાં આવે.  રાજાનું સપનું સાચુ પડ્યુ તેને અસ્થિઓ મળી ગઈ, પરંતુ હવે તે વિચારી રહ્યો હતોકે, આ પ્રતિમાનું નિર્માણ કોણ કરશે,

માનવામાં આવે છેકે, શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા એક સુથારના રૂપમા પ્રકટ થાય છે. અને મૂર્તિનું કાર્ય શરૂ કરે છે. કાર્ય શરૂ કરતાં પહેલાં તે દરેકને જણાવે છેકે, તેમને પરેશાન કરવામાં ન આવે, નહી તો કામ અધુરૂ મૂકીને જતા રહેશે. થોડા મહિના વીતી ગયા છતાં મૂર્તિ બની  ન હતી. જેથી ઉતાવળનાં કારણે રાજા સુથારના રૂમનો દરવાજો ખોલી નાખે છે. એવું થતાં જ ભગવાન વિશ્વકર્મા ગાયબ થઈ જાય છે. અને મૂર્તિ બની શકતની નથી, પરંતુ રાજા અધુરી મૂર્તિને સ્થાપિત કરી દે છે. તેઓ સૌથી મૂર્તિ પાછળ પહેલાં ભગવાન કૃષ્ણની અસ્થિઓ રાખે છે. અને ત્યારબાદ મંદિરમાં સ્થાપિત કરી દે છે. એર રાજસી જૂલુસ સાથે વિશાળ રથોમાં ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રાને દર વર્ષે મૂર્તિઓ સાથે કાઢવામાં આવે છે. ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ દર 12 વર્ષ બાદ બદલી નાખવામાં આવે છે. અને જે નવી પ્રતિમા હોય છે, તેને પણ આખી બનાવવામાં આવતી નથી. જગન્નાથ પૂરીનું આ મંદિર એકમાત્ર એવું મદિર છે, જ્યાં ત્રણેય ભાઈ-બહેનની પ્રતિમા એક સાથે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

જગન્નાથ પૂરીના રથનું વિવરણ

ક્રમાંકકોનો રથરથનું નામરથના પૈડાંરથની ઉંચાઈલાકડાની સંખ્યા
1જગન્નાથ/શ્રીકૃષ્ણનંદીઘોષ/ગરૂડધ્વજ/કપિલધ્વજ1613.5 મીટર832
2બલરામતલધ્વજ/લંગલાધ્વજ1413.2 મીટર763
3સુભદ્રાદેવદલન/પદ્મધ્વજ1212.9 મીટર593

જગન્નાથ પૂરીના રથનું નિર્માણ અખા ત્રીજના દિવસે શરૂ થાય છે. તે દર વર્ષે નવા બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે ઘણા કારીગરો લાગે છે, બન્યા બાદ રથને સજાવવામાં આવે છે.

જગન્નાથનો રથ

આ રથ 45 ફૂટ ઉંચો હોય છે. તેમાં 16 પૈડા હોય છે. જેનો વ્યાસ 7 ફૂટનો હોય છે. આખો રથ લાલ અને પીલા કપડાથી સજાવવામાં આવે છે. આ રથની રક્ષા ગરૂડ કરે છે. આ રથને દારૂકા ચલાવે છે.  રથ ઉપર જે ઝંડો લહેરાય છે તેને ત્રૈલોક્યમોહની કહે છે.  તેમા ચાર ઘોડા હોય છે. આ રથમાં વર્ષા, ગોવર્ધન, કૃષ્ણા, નરસિંહા, રામ, નારાયણ, ત્રિવિક્રમ, હનુમાન અને રુદ્ર બિરાજમાન રહે છે. તેને જે દોરડાથી ખેંચે છે, તેને શંખચુડા કહેવાય છે.

બલરામનો રથ

આ રથ 43 ફૂટ ઉંચો હોય છે. તેમાં 14 પૈડા હોય છે. તેને લાલ, આસમાની અને લીલા રંગના કપડાથી સજાવવામાં આવે છે. તેની રક્ષા વાસુદેવ કરે છે. તેને મતાલી નામના સારથિ ચલાવે છે. તેમા ગણેશ, કાર્તિક, સર્વમંગલા, પ્રલામ્બરી, હટાયુદ્ધ, મૃત્યુંજય, નાતામ્વારા, મુક્તેશ્વર, શેષદેવ બિરાજમાન હોય છે. તેના ઉપર જે ઝંડો લહેરાય છે, તેને ઉનાની કહે છે. અને જે દોરડાથીં ખેંચવામાં આવે છે તેને વાસુકીનાગ કહે છે.

સુભદ્રાજીનો રથ

આ રથના 12 પૈડા હોય છે. તે 42 ફૂટ ઉંચો હોય છે. તેને લાલ અને કાળા રંગના કપડાથી સજાવવામાં આવે છે. આ રથની રક્ષા જયદુર્ગા કરે છે. આ રથનો સારથિ અર્જૂન હોય છે. તેમાં નંદ્વિકા ઝંડો લહેરાય છે. આ રથમાં ચંડી, ચામુંડા, વનદુર્ગા, ઉગ્રતારા, શુલિદુર્ગા, વારાહી, શ્યામકલી, મંગળા, વિમલા બિરાજમાન હોય છે. તેને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને સ્વર્ણચુડા નાગ કહે છે.

આ રથોને હજારો લોકો મળીને ખેંચે છે. બધાજ લોકો એકવાર રથને ખેંચવા માંગે છે. કારણકે એવી માન્યતા છેકે, આવું કરવાથી તેમની મનોકામના પુરી થાય છે. આ જ સમયે જગન્નાથજીને નજીકથી જોઈ શકાય છે.

રથયાત્રા સેલિબ્રેશન

રથયાત્રા ગુંડીચા મંદિર પહોંચે છે. આગલા દિવસે ત્રણેય મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. બાદમાં એકાદશી સુધી તેઓ ત્યાં જ રહે છે. પૂરીમા મેળો ભરાય છે. જાત-જાતનાં આયોજનો કરાય છે. મહાપ્રસાદ વહેંચાય છે. એકાદશીનાં દિવસે જ્યારે તેમને પાછા લાવાવામાં આવે છે. ત્યારે પણ ભીડ ઉમટે છે.  તે દિવસને બહુડા કહે છે.

જગન્નાથની પ્રતિમાને તેમના મંદિરમાં પ્રસ્થાપિત કરી દેવામાં આવે છે. વર્ષમાં એક જવાર પ્રતિમાને તેની જગ્યા પરથી ઉઠાવવામાં આવે છે. રથયાત્રાનું આયોજન દેશ-વિદેશનાં ઘણા વિસ્તારોમાં કરવામાં આવે છે. ભારત દેશમાં ઘણા મંદિરોમાં કૃષ્ણની પ્રતિમાને નગર ભ્રમણ માટે કાઢવામાં આવે છે.

વિદેશમાં ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરાય છે. 100થી વધુ વિદેશી શહેરોમાં તેનું આયોજન કરાય છે. જેમાં મુખ્ય ડબલિન, લંડન, મેલબર્ન, પેરિસ, ન્યૂયોર્ક, સિંગાપોર, ટોરેન્ટો, મલેશિયા, કેલિફોર્નિયામાં આયોજન કરાય છે. તેના સિવાય બાંગ્લાદેશમાં રથયાત્રાનું મોટું આયોજન કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી, ડ્રોનથી બાજ નજર

pratikshah

રથયાત્રા 2020 : જાણો અમદાવાદના જગન્નાથ મંદિરનો રોચક ઇતિહાસ

Arohi

અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે હિન્દૂ યુવા વાહિનીની અરજી હાઈકોર્ટે ફગાવી

GSTV Web News Desk
GSTV