GSTV
Home » News » ‘વાયુ’ : જેના નામના કારણે લોકો ચેતવણીને વધારે ગંભીરતાથી લે છે

‘વાયુ’ : જેના નામના કારણે લોકો ચેતવણીને વધારે ગંભીરતાથી લે છે

ફેની, તીતલી, આવા ઘણા નામ તમે સાંભળ્યા હશે. જે વાવાઝોડાના દુનિયામાં ક્યાય પણ વાવાઝોડાનો ખતરો મંડરાય છે ત્યારે તે વાવાઝોડાનું એક નામ આપવામાં આવે છે. વાવાઝોડાને નામ કેમ આપવામાં આવે છે. કોણ નામ આપે છે તે પણ એક રસપ્રદ વાત છે.ઓડિશા સહિત દેશના ચાર રાજ્યોમાં બે દિવસ સુધી ‘ફોની’ વાવાઝોડું આવ્યા બાદ 12 જૂને ગુજરાતમાં ખતરો મંડરાયેલા વાવાઝોડાનું નામ ‘વાયુ’ આપવામાં આવ્યું છે.

આ વાવાઝોડાનું વાયુ નામ ભારતે નામ આપ્યું છે, જ્યારે થોડા દિવસો પહેલા ઓડિશામાં આવેલા વાવાઝોડાનું ફેની નામ બાંગ્લાદેશે નામ આપ્યું હતું. તો હવે પછી આવનારા વાવાઝોડાનું નામ ‘હિક્કા’ હશે. જે માલદીવ્સ દ્વારા આપવામાં આવ્યું છે. સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે, વાવાઝોડાંનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. વિશ્વમાં જે પણ વાવાઝોડું આવે છે તેને એક નામ ચોક્કસ આપવામાં આવે છે.

અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાંનું નામ રાખવાની પ્રથા 2004થી શરૂ થઈ હતી. તેના માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં આઠ દેશ સામેલ છે. આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાના છે. જ્યારે જે દેશનો નંબર આવે છે તે દેશ નામ આપે છે.

આ આઠ દેશોમાં બાંગ્લાદેશ. ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ સામેલ છે. અને આઠે દેશોએ આપેલા આઠ-આઠ નામ એમ કુલ 64 નામ આપવામાં આવ્યા છે. આ લિસ્ટમાં છેલ્લું નામ અમ્ફાન છે જે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે. વાવાઝોડાંનું નામ સંવેદનશીલ ન હોવું જોઈએ અને તે દ્વીઅર્થી ન હોવું જોઈએ તે પણ એક શરત છે.

2004માં જ્યારે વાવાઝોડાંના નામ આપવાની પરંપરા શરુ થઈ ત્યારે આલ્ફાબેટ પ્રમાણે આવતા દેશના નામ પ્રમાણે શરૂઆત બાંગ્લાદેશથી થઈ. બાંગ્લાદેશે સૌપ્રથમ વાવાઝોડાંનું નામ ઓનિલ આપ્યું. જે બાદ જે વાવાઝોડાં આવ્યાં તેના નામ આલ્ફાબેટ પ્રમાણે આવતાં દેશોએ નક્કી કર્યા. જેને લઈને 8 બાય 8નું એક ટેબલ પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે આ નામ આપવાનું ક્રમાનુસાર પૂર્ણ થઈ જશે તો ફરી એકવખત તેને ઉપરથી શરૂ કરાશે. અત્યાર સુધી આ ટેબલ મુજબ સાત લાઈન પૂર્ણ થઈ ગઈ છે. ફોની આઠમી કોલમમાં પહેલું નામ છે. હવે ગુજરાતમાં આવી રહેલા ‘વાયુ’ વાવાઝોડાનું નામ ભારતની કોલમમાંથી લેવામાં આવ્યું છે.

નામના કારણે લોકો ચેતવણીને વધારે ગંભીરતાથી લે છે. અને તેનાથી બચવા જે તૈયારી કરવામાં આવે છે તેમાં પણ સરળતા રહે છે. આ પહેલાં બંગાળની ખાડીમાં 2014માં ‘હુદહુદ’, 2017માં ‘ઓખી,’ પછી ‘તિતલી’ અને 2018માં ‘ગાજા’ વાવાઝોડાંથી તારાજી થઈ હતી. સામાન્ય જનતા પણ વાવાઝોડાંના નામનું સૂચન જે તે વિભાગોને આપી શકે છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓનું દિલ્હી પોલીસ હેડક્વાટર પર પ્રદર્શન, કાર્યવાહીનાં વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર

pratik shah

IND VS WI : હેટમેયર-હોપની સદી, ભારતની પ્રથમ વનડેમાં થઈ 8 વિકેટથી હાર

pratik shah

ગુજરાત પોલીસની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ, ઉપરાષ્ટ્રપતિના હસ્તે મળ્યું આ સન્માન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!