GSTV
Home » News » વર્ષ 1969 માં ચંદ્ર પર પ્રથમ પગલું મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગે રચ્યો હતો ઈતિહાસ, 01 અબજ લોકોને રેડિયો પર કર્યું સંબોધન

વર્ષ 1969 માં ચંદ્ર પર પ્રથમ પગલું મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગે રચ્યો હતો ઈતિહાસ, 01 અબજ લોકોને રેડિયો પર કર્યું સંબોધન

૨૦ જુલાઇ ૧૯૬૯ના રોજ ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગે પગ મુકયો તે સદીની મહાન ઘટના હતી.જયારે મુન મિશન શરુ થયું ત્યારે વિશ્વની ૩ અબજ વસ્તિમાંથી ટીવી સેટ મોટા ભાગના પાસે ન હતા. રેડિયો માહિતી અને મનોરંજનનું એક માત્ર  સશકત માધ્યમ હતું. ચંદ્ર પર માણસો ગયા છે એ વાતની દુનિયામાં ચર્ચા ચાલતી તો ઘણા લોકો માનવા તૈયાર થતા ન હતા. જયારે માહિતી અને જ્ઞાાન વિજ્ઞાાનના રસિયાઓ ચિંતામાં પડયા હતા.

અમેરિકામાં અનેક લોકો પોતાની મુસાફરી અટકાવીને ચંદ્ર પર ગયેલા માણસોનું શું થયું એની પૂછપરછ કરતા હતા. પૈસાદાર લોકો ટીવી સેટ પર જયારે સામાન્ય માણસો રેડિયો પર સમાચાર આવે તે માટે કાન માંડીને બેઠા હતા. છેવટે  ચંદ્રની ધરતી પરથી નિલઆર્મસ્ટ્રોંગે અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિકસન સાથે ઇલેકટ્રોનિક તરંગોથી વાત કરી હતી.

આ વાતચીતનું પ્રસારણ દુનિયાભરના રેડિયો પર ચાલ્યું ત્યારે એક રોમાંચ ઉભો થયો હતો. નિલના અવાજને ૧ અબજ લોકોએ રેડિયો પર સાંભળ્યો હતો. નિકસને કહયું કે દરેક અમેરિકનો આ દિવસનું ગોરવ અનુભવી રહયા છે.તમે સલામત રીતે પાછા ફરો તેવી સૌ પ્રાર્થના કરે છે. ત્યારે નિલ આર્મસ્ટ્રોગે કહયું હતું કે થેંકયું મિસ્ટર પ્રેસિડન્ટ, આ માત્ર અમેરિકા જ નહી શાંતિના ચાહક એવા સૌ માટે ગૌરવની ક્ષણ છે.

READ ALSO

Related posts

ગુજરાતની ધમાકેદાર રણજીટ્રોફીની સેમીફાઈનલમાં એન્ટ્રી, ગોવાને 464 રનથી હરાવ્યું

pratik shah

દિલ્હી હિંસા: સરકારનો મહત્વનો નિર્ણય, નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં શાળાઓ બંધ

pratik shah

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!