GSTV

ઇતિહાસ રચાયો / વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિએ અવકાશની સફર ખેડી, જેફ બેઝોસના બ્લૂ ઓરિજનનું સફળ લેન્ડિંગ

Last Updated on October 13, 2021 by Zainul Ansari

જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિને ઇતિહાસ રચ્યો છે. વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ અવકાશની સફર ખેડી છે. જેફ બેઝોસના બ્લૂ ઓરિજનનું સફળ લેન્ડિંગ થઈ ચુક્યું છે. આ અવકાશ યાત્રામાં અર્થ ઓબ્ઝર્વેશન કંપની પ્લેનેટના સહ-સ્થાપક ક્રિસ બોશુગિન, 90 વર્ષીય વિલિયમ શેટનર, બ્લુ ઓરિજિનના વીપી ઓડ્રે પાવર્સ અને ફ્રેન્ચ સોફ્ટવેર કંપની દસોલ્ટ સિસ્ટમ્સના ડેપ્યુટી હેડ ગ્લેન ડી રીસ હતા.

જેફ બેઝોસની સ્પેસ કંપનીએ 20 જુલાઈ પછી તેનું બીજું લોન્ચિંગ કર્યું હતું. એટલે કે 12 અઠવાડિયા પછી. પ્રથમ મિશનમાં જેફ બેઝોસ, તેના ભાઈ માર્ક બેઝોસ, 82 વર્ષીય નાસાના સભ્ય વેલી ફંક અને 18 વર્ષનો યુવાન ડચ વિદ્યાર્થી ઓલિવર ડેમેન. વોલી ફંક તે સમયે અવકાશમાં જનાર સૌથી વૃદ્ધ મહિલા હતી. પરંતુ હવે બીજા મિશનમાં વિલિયમ શેટનર અંતરિક્ષમાં મુસાફરી કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા. તેમની ઉંમર 90 વર્ષ છે.

90 વર્ષીય વિલિયમ શેટનર એક અભિનેતા, ડાયરેક્ટર, પ્રોડ્યૂસર, રાઇટર, રેકોર્ડિંગ આર્ટિસ્ટ, ઘુડસવાર છે. તેઓ લગભગ 60 વર્ષથી આ બધી વસ્તુઓ કરી રહ્યા છે. 1966માં તેમણે ટેલિવિઝન સીરીઝ સ્ટાર ટ્રેકમાં કેપ્ટન જેમ્સ ટી કર્કનું પાત્ર ભજવ્યું હતું. તેના પછી તેમણે તેમના પર બનેલી ફિલ્મમાં કેપ્ટન કિર્કની ભૂમિકા પણ ભજવી હતી. વિલિયમ અત્યારે ધ હિસ્ટ્રી ચેનલ પરના ધ અનએક્સપ્લેન્ડ શોના હોસ્ટ અને કો-પ્રોડ્યૂસર છે.

ન્યૂ શેફર્ડ રોકેટ અને કેપ્સૂલની બીજી ઉડાન કુલ 11 મિનિટની હતી. ક્રૂને અવકાશનીમર્યાદામાં પહોંચ્યા પછી ચાર મિનિટ સુધી વજનનો અનુભવ નથી થયો. તેના પછી ન્યૂ શેફર્ડ રોકેટ બૂસ્ટર કેપ્સૂલથી અલગ થયો. રોકેટ બૂસ્ટર લોન્ચિંગ પેડથી 3 કિલોમીટર ઉત્તરમાં સ્થિત લેન્ડિંગ સાઇટ પર ધીમે ધીમે ઉતર્યો. રોકેટ બૂસ્ટર લેન્ડ કરે ત્યાં સુધીમાં કેપ્સૂલ તેની મહત્તમ ઉંચાઈએ પહોંચી ગયું હતું.

અવકાશમાં થોડી મિનિટો પસાર કર્યા પછી ન્યૂ શેફર્ડ કેપ્સૂલ લગભગ 9 મિનિટ પછી પૃથ્વી પર પરત ફર્યું. તે સમયે તેની ગતિ ઝડપથી ઘટાડવા માટે પેરાશૂટ ખોલવામાં આવ્યા. ધીમી સ્પીડમાં કેપ્સ્યુલ જમીન પર ઉતર્યું.

ઉલ્લેખનીય છે કે ન્યૂ શેફર્ડ કેપ્સૂલથી અવકાશમાં મુસાફરીનો ખર્ચ લગભગ 2 અબજ 5 કરોડ રૂપિયા છે. આ કેપ્સૂલની સીટની હરાજી કરવામાં આવે છે. જે વધારે રૂપિયા આપે છે તેને ટિકિટ આપવામાં આવે છે. જો કે તે કંપની પર આધાર રાખે છે. તે અમુક સીટો નિયત કિંમતે વેચે પણ છે. જ્યારે 13 જૂનના રોજ પ્રથમ ઉડાન માટે બિડ રાખવામાં આવી હતી, ત્યારે ચાર મિનિટમાં 20 મિલિયન ડોલરથી વધુની બોલી લગાવવામાં આવી હતી. સાત મિનિટ બાદ બોલી બંધ કરવામાં આવી હતી. બ્લુ ઓરિજિનની લાઇવ હરાજી દ્વારા ઓછામાં ઓછા 143 દેશોના 6,000 થી વધુ લોકોએ અવકાશ યાત્રાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Read Also

Related posts

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!