GSTV

Success Story/ આજે આખા જગત પર રાજ કરતી બ્રાન્ડ Coca Colaએ કેવો સંઘર્ષ કર્યો છે? જાણો રસપ્રદ ઇતિહાસ

Last Updated on July 24, 2021 by Lalit Khambhayata

Coca Cola આજે આપણા સૌનું ખૂબ મનપસંદ પીણું છે. કોકા કોલા નામ ધરાવતું આ પીણું બનાવતી કંપનીનું નામ પણ “ધ કોકા કોલા” કંપની છે. કોકા કોલા બનાવાની શરૂઆત ઓગણીસમી સદીના અંતમાં કરવામાં આવી હતી. આ કંપની વીસમી સદીના શરુઆત સુધી માત્ર કોકા કોલા બનાવતી અને વેચતી હતી જ્યારે વીસમી સદીના શરૂઆતમાં કોકા કોલાને અઢળક ફાયદો અને પ્રસિદ્ધિ મળતા આ કંપનીએ થમ્સ અપ, દાસાની વગેરે જેવી બ્રાન્ડ ખરીદી તેને પણ કોકા કોલા કંપનીમાં સામેલ કરી હતી. કોકા કોલા આજે વિશ્વની ટોપ ફૂડ એન્ડ બેવરેજિસ બ્રાન્ડના લિસ્ટમાં સ્થાન ધરાવે છે. કોકા કોલા કંપનીના નામ હેઠળ આજે દુનિયાની 500થી વધુ બ્રાન્ડ આવે છે જે દુનિયાભરમાં વિવિધ 200 દેશમાં પોતાનો બિઝનેસ ધરાવે છે. કોકા કોલા નામ ધરાવતું આ ઠડું પીણું એક સામે પર માત્ર મેડિકલ સ્ટોર પર જોવા મળતું હતું. આ પીણું પ્રસિદ્ધ બન્યું અને તેને તેનું આ ખાસ કોકા કોલા નામ ક્યાંથી મળ્યું તેનો ખૂબ રસપ્રદ ઇતિહાસ છે.

કોકા-કોલાની સૌ પ્રથમ જાહેખબર

Coca Colaની શોધ પાછળનો એક નાનકડો ઘટનાક્રમ

અમેરિકન સિવિલ વોરમાં ઘાયલ થયેલો કર્નલ જોન પેમ્બર્ટન અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતના લુસિયના શહેરમાં એક મેડિકલ સ્ટોર ધરાવતો હતો. આ કર્નલ મોર્ફિન નામના ડ્રગનો બાંધણી હતો. મોર્ફિનનું સેવન કરનારને અમુક સમયે ખૂબ અસહ્ય માથાનો દુખાવો વેઠવો પડે છે જેનાથી જોન પણ પીડાતો હતો. તેની પાસે મેડિકલ સાયન્સની ડિગ્રી હતી માટે તેણે એક દિવસ માથાના દુઃખાવાથી કંટાળી તેનો ઇલાજ શોધવાનો શરૂ કર્યો. થોડા મહિના સુધી મેહનત કર્યા બાદ જૂન 1885માં પેમ્બર્ટને આફ્રિકન કોલા અને કોકોના પત્તામાં અમુક સામગ્રી મેળવી એક પીણું તૈયાર કર્યું જે આ પ્રકારના માથાના દુઃખાવા માટે ઇલાજ સાબિત થયો. આફ્રિકન કોલા અને કોકોના પત્તા ધરાવતા આ પીણાનું નામ પડ્યું કોકા કોલા. શરૂઆતમાં આ પીણું એક નાનકડી બોટલમાં માથાના દુઃખાવાના ઇલાજ માટે મળતું હતું અને તે પણ માત્ર જોનની દુકાન પર. સમય જતાં જોનની આ દવા ઘણા લોકોને પસંદ પાડવા લાગી માટે જોને તેની આ દવાને અન્ય મેડિકલ સ્ટોરને પણ વેચવાની શરુઆત કરી. 1886માં જ્યારે અમેરિકામાં કેફી દ્રવ્યોના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે જોનની આ દવની માંગમાં અનોખો ઉછાળો આવ્યો કારણકે કોકોના પત્તા ધરાવતા આ પીણાના સેવનથી અમુક હદ સુધી નશાનો અનુભવ કરી શકતો હતો. પોતાની દવાની વધતી માંગને પારખી જોને પોતાની કંપનીની સ્થાપના કરી. આ કંપનીની એટલે કે કોકા કોલાની પ્રથમ જાહેરાત મે 29, 1886ના એટલાન્ટા જરનલ નામની મેગેઝિનમાં આપવામાં આવી હતી. આ કંપની વધુ ટકી નહિ માટે એપ્રિલ 14, 1888ના પેમ્બર્ટને કોકા કોલાનો ફોર્મ્યુલા અસા ચેન્ડલર નામના બીજા એક અન્ય ઉદ્યોગપતિને વેચી દિધો. શરૂઆતમાં પેમ્બર્ટને ચેન્ડલર સમક્ષ અમુક શરતો મૂકી હતી પરંતુ ઓગસ્ટ 16, 1888 જ્યારે જોનની મોત થઇ ત્યારે ચેન્ડલરે બધી શરતો નેવે મૂકીને પેમ્બર્ટનની કંપની પર સંપુર્ણ પણે કબજો કરી લીધો.

વિશ્વયુદ્ધ વખતે મોરચા પર કોકા-કોલા પી રહેલા સૈનિકો

1892માં ચેન્ડલરે પોતાના પૈસા રોકીને જોનની કંપનીને ફરી શરૂ કરી અને તેને ‘ધ કોકા કોલા’ કંપની નામ આપ્યું. ચેન્ડલરે આ કંપની પડાવી પાડેલી હોવાથી તેની માલિકી અંગે ઘણા પ્રશ્નો ઉઠવામાં આવ્યા હતા જેના વિવાદને લીધે ચેન્ડલરને પણ કોકા કોલા કંપની વેચવી પડી. 1919માં ડેલવેર કંપની દ્વારા કોકા કોલા કંપનીને ખરીદી લેવામાં આવી અને તે જ વર્ષે પ્રથમ વાર  કોકા કોલા કંપનીના શેર પણ માર્કેટમાં ઉતારવામાં આવ્યા હતા. ડેલવેર દ્વારા કોકા કોલા ખરીદ્યા બાદ પણ તેના ઘણા માલિક બદલાયા છે પણ તે સૌ વિષે દરેક વિશ્લેષકોના અલગ અલગ મત છે. અત્યારે આપણી સમક્ષ જોવા મળતું કોકા કોલા પીણું “ધ કોકા કોલા” નામની કંપનીની માલિકી હેઠળ તૈયાર થાય છે જેના સીઇઓ જેમ્સ ક્વીનસી(Quincey)છે.

જેટલું સ્વાદીષ્ટ પીણું ,તેટલી મહત્વની તેની બોટલ !

કોકા કોલાની ભરીને આપવામાં આવતી બોટલનો પણ કોકા કોલા જેટલો જ લાંબો ઇતિહાસ છે. કોકા કોલા ભરવા માટેની બોટલ બનાવાની શરૂઆત 1894માં કરવામાં આવી હતી. કોકા કોલા ભરવા માટેની ખાસ જાડા કાંચ વાળી પેહલી બોટલ માર્ચ 12 , 1894ના દીવસે બાઇડનહાર્ન કેન્ડી કંપનીમાં બનાવામાં આવી હતી. આ કંપની મિસિસિપી પ્રાંતના વિક્સબર્ગ શહેરમાં આવેલી હતી અને આ કંપનીના માલિક જોસેફ બાઇડનહાર્ન હતા. કોકા કોલા કંપની માટે શરૂઆતમાં આ જાડા કાંચ વાળી બોટલ ગુમાવવી મોંઘી પડે તેમ હતી માટે કોકા કોલ કંપની પોતાના ગ્રાહકોને પીણું પીધા બાદ બોટલ પાછી આપવા બદલ રોકડ પૈસા ચૂકવતી હતી. વીસમી સદીની શરૂઆતમાં જ્યારે પેમબર્ટન માટે રોકડ ચૂકવવી અઘરી બની ત્યારે તેને કોકા કોલાની બોટલ પછી કરવા વાળાને વિવિધ પ્રકારના ઈનામ આપવાનું શરૂ કર્યું હતું. કોકા કોલા વિષે જાણકાર લોકો જણાવે છે કે ઓગણીસમી સદીના મધ્ય સુધીમાં કોકા કોલા કંપનીએ સાડા આંઠ કરોડ બૉટલના બદલામાં ઈનામ વિતરણ કર્યું હતું. આ આંકડો જોકે જે લોકોએ બોટલે પરત કરી હતી તેનો છે , કોકા કોલા પીનારાની સંખ્યા તો તેના કરતા ઘણી વધુ હતી. આજે આપણી વચ્ચે જોવા મળતા ફુડ વેન્ડિંગ મશિન બનાવાની શરૂઆત પણ ઓગણીસમી સદીની શરૂઆતમાં કરવામાં આવી હતી. ત્યારે શરૂઆતમાં આ મશીનમાંથી માત્ર ઠંડા પીણાં જ મેળવી શકાતા હતા. કોકા કોલાની વધતી જતી લોકચાહનાને લીધે આ કંપનીએ પણ બોટલ વેન્ડિંગ મશીન મૂકવાનું શરૂ કર્યું હતું. આ મશીનની બાજુમાં વળી એક અન્ય વિભાગ પણ રાખવામાં આવતો જેમાં કોકા કોલાની બોટલ પરત કરીને પૈસા મેળવી શકતા.

કોકા-કોલાના સર્જક જોન પેમ્બર્ટન

અનોખા પીણાનો વધતો વ્યાપ….

કોકા કોલા કંપનીના ઠંડા પીણાંએ ઓગણીસમી સદીની શરૂઆતમાં સમગ્ર અમેરિકાના રેહવાસીઓને પોતાના હેવાયા કરી દીધા હતા. સાથેજ આ કંપની દ્વારા દુનિયાભરની વિવિધ ફૂડ કંપનીને ખરીદી પોતાનામાં ભેળવવાની શરુઆત પણ કરવામાં આવી હતી જેના લીધે કોકા કોલાનું નામ અરબ દેશોને છોડી બાકી દરેક પ્રાંતમાં પ્રસિદ્ધ બની ચૂક્યું હતું. ઓગણીસમી સદીના મધ્યમાં જ્યારે અરબ દેશમાં (ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા, ઇજિપ્ત , સીરિયા, જોર્ડન વગેરે દેશોમાં ) યુદ્ધની સ્થિતિ સર્જાઈ ત્યારે અમેરિકન સૈનિકોને ત્યાં જવાની ફરજ પડી. આ દરમ્યાન કોકા કોલા વગર ગરમીમાં અમેરિકન સૈનિકો કેવી રીતે ટકી શકશે તેનો પ્રશ્ન ઊભો થયો. કોકા કોલામાં કેફી દ્રવ્યો હોવાથી મુસ્લિમ સમાજ માટે તેનું સેવન હરામ હતું જેથી કોકા કોલાએ તેના ઇલાજ રૂપે કેફીઇન ફ્રી કોકની શરૂઆત કરી. કેફી દ્રવ્યો વગરના આ પીણાને અરબ દેશોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું અને બાદમાં ઓરીજનલ કોકા કોલાને પણ અરબ દેશોમાં પરવાનગી આપવામાં આવી હતી. કોકા કોલા તરફથી યુદ્ધ દરમ્યાન સૈનિકોને ખાસ નાની સાઇઝના ફ્રિજ પણ આપવામાં આવ્યા હતા જેથી તે ગમે તેવા વતવારણમાં પણ ઠંડા કોકનો આનંદ ઉઠાવી શકે. ભારતમાં કોકા કોલાનું ચલણ આઝાદી પેહલાથી હતું પરંતુ ત્યારે આ પીણું ખૂબ મોંઘું ગણવામાં આવતું હતું માટે માત્ર અમુક મોટા શહેર પુરતું જ સીમિત હતું. આઝાદી બાદ છેક 1999માં કોકા કોલાએ હિન્દુસ્તાન કોકા કોલા બેવરેજ નામથી પોતાનો પ્લાન્ટ ભારતમાં સ્થાપ્યો ત્યારે કોકા કોલા ભારતમાં પોસાય તેવા ભાવે મળતી થઈ અને ભારતવાસિયોને કોકા કોલા દાઢે વળગી. ભારતમાં કોકા કોલાએ પોતનો પ્રથમ પ્લાન્ટ ઉત્તર પ્રદેશના વારાણસી શહેર પાસે આવેલા મહેંદીગંજ ગામમાં સ્થાપવામાં આવ્યો હતો.

સ્વાદનું રહસ્ય અકબંધ

કોકા કોલા આજે આપણી પાસેની કોઈ પણ દુકાનમાં સેહલાઇપૂર્વક મળી રેહતું પીણું છે. આ ઠંડુ પીણું દુનિયાભરમાં પોતાના એક સમાન સ્વાદ માટે પ્રસિદ્ધ છે. કોકા કોલા આજે દુનિયાના વિવિધ દેશમાં પોતાના નામ નીચે 500 ઉપરાંત કંપની ધરાવે છે અને તે સૌ કંપની વિવિધ પ્રકારના ફૂડ પ્રોડક્ટ્સ બનાવવા માટે જાણીતી છે. કોકા કોલા બનાવના ફોર્મ્યુલા અંગે ઘણા નિષ્ણાંતોએ પોતાના મત મૂક્યા છે પરંતુ આ પીણાંની ઓરિજનલ રેસિપી શોધી કાઢવા આજદિન સુધી કોઇ સફળ નથી થયું. કોકા કોલા કંપનીના 125 વર્ષ પૂરા થયા ત્યારે આ કંપનીએ અમેરિકાના એટલાન્ટા શહેરમાં એક મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું હતું જેમાં આ કંપનીએ કોકા કોલા અંગેની તમામ માહિતી જનતા સમક્ષ રજૂ કરી છે.

કોકા કોલા કંપની દ્વારા આ મ્યુઝિયમમાં પોતાના પ્રસિદ્ધ કોકા કોલા પીણાની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી હતી. આ ફોર્મ્યુલા માત્ર કોકા કોલા શેમાંથી બને છે તેની જાણકારી મેળવવા અંગે છે જ્યારે કોકા કોલાના એક સરખા સ્વાદનું કારણ હજી સુધી અકબંધ છે. કોકા કોલાના આ અનોખા મ્યુઝિયમમાં આ કંપનીનો સંપૂર્ણ ઇતિહાસ સાચવી રાખવામાં આવ્યો છે. જોન પેમ્બર્ટનની માથાના દુ:ખવાની દવાથી માંડીને એક ઇન્ટરનેશનલ રીફ્રેશમેન્ટ ડ્રિંક બનતા સુધીની કોકા કોલાની સફર ખૂબ ઉતાર ચડાવ વળી રહી છે જેના લગભગ દરેક પ્રકરણની જાણકારી આ મ્યુઝિયમમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ મ્યુજિયમ આજે વર્ષે હજારો પ્રવાસીનું આકર્ષણનું કેન્દ્ર છે કારણકે હાથમાં કોકા કોલાની બોટલ લઈને તેનો ઇતિહાસ જાણવો કોને ના ગમે.

Related posts

પીએમ મોદીની અમેરિકા યાત્રાની સાથે જ ઇન્ટરનેટ પર છવાયું પ્રશ્નોનું વાવાઝોડું, શું પીએમ મોદીએ કો-વેક્સીન જ લગાવી છે?

Zainul Ansari

લેડી રેબિન્સન ક્રૂઝો / એડા બ્લેકજેક માટે મોટો સવાલ હતો લાશ સાથે સફેદ રીંછના ટાપુ પર એકલું રેહવું કઈ રીતે?

Lalit Khambhayata

BIG BREAKING: દેશના હિમાચલ પ્રદેશની એક સ્કૂલમાં 79 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્કૂલ સ્ટાફ મેમ્બરનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!