GSTV

ભારતમાં ઐતિહાસિક રીતે વધી નેચરલ ગેસની માગ, વીજ સંકટ માટે કોલસાનું ઓછું ઉત્પાદન કારણભૂત

Last Updated on October 13, 2021 by Zainul Ansari

કોરોનાની મહામારી બાદ અનલોક થયેલી દુનિયામાં ઊર્જાની માગ સતત વધી રહી છે. તેની સામે કોલસા અને નેચરલ ગેસનું ઉત્પાદન વધ્યું નથી. જેથી દુનિયામાં વીજ સંકટ પેદા થયુ છે. કેટલાક કિસ્સામાં રોકાણકોરોમાં પણ કોલસામાં રોકાણ કરવાની રૂચી ઘટી છે. જેથી કોલસાની ખાણને ખંભાતી તાળા લાગ્યા છે.

દુનિયામાં અનેક કારણોસર ઊર્જાની માગમાં સતત વધારો થયો છે. કેટલાક જાણકાર તેના માટે કોરાના બાદ સામાન્ય થઈ રહેલું જનજીવન અને વસ્તુની વધતી માગ અને કોલસાના ઉત્પાદનમાં આવેલી અછતને જવાબદાર માને છે. કોરોના મહામારીના કારણે અર્થંતંત્રને મોટી અસર થઈ છે. અને હવે મહામારીની અસર ઓછી છતાં દુનિયાના દેશ અર્થતંત્રમાં સુધારો કરવા માટે કામ કરી રહ્યા છે. અમેરિકામાં અર્થતંત્રને વેગ આપવા માટે અરબો ડોલરનું આર્થિક પેકેજ આપવામાં આવ્યુ છે. તો કેટલાક દેશમાં શિયાળાની શરૂઆત થતાની સાથે નેચરલ ગેસની માગ સતત વધી રહી છે. ઉત્તરી ગોળાર્ધમાં આવતા કેટલાક વિસ્તારમાં શિયાળાની લાંબી અસર જોવા મળી. જેના કારણે વીજળીથી ચાલતા સાધનોનો ઉપયોગ વધ્યો. ઉનાળામાં અમેરિકા અને યુરોપમાં ગરમ પવન ફુંકાયા જેથી એસી જેવા સાધનોનો ઉપયોગ વધ્યો.

કોરોના મહામારી દરમ્યાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયો. જેથી વાહન ચાલકોમાં સીએનજીનું ચલણ વધ્યું. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઐતિહાસિક રીતે નેચરલ ગેસની માગ વધી છે. આવી માગ અત્યાર સુધી વધી નથી. ભારત અને ચીન સહિતના દેશમાં વીજ સંકટ માટે કોલસાનું ઓછુ ઉત્પાદન કારણભૂત માનવામાં આવે છે. ચીન અને ભારત બન્ને એવા દેશ છે જે દુનિયાની કુલ 40 ટકા વસ્તી ધરાવે છે. ચીન અને ભારત છેલ્લા ઘણાં સમયથી વીજળીના ઉત્પાદન માટે કોલસા પર નિર્ભર છે. કોલસાની આયાત માટે ચીન દુનિયામાં પ્રથમ ક્રમાકે છે. અને ભારત કોલસાની આયાતમાં ત્રીજા ક્રમે છે. તો કોલસાના ઉત્પાદનમાં ચીન અને ભારત ક્રમશઃ પ્રથમ અને બીજા ક્રમાકે છે.

જળવાયુ પરિવર્તનની અસરના કારણે દુનિયા કોલસાના ઉપયોગ વિકલ્પ તરીકે કરી રહી છે. આજે સૌર, પવન અને નેચરલ ગેસ દ્વારા મળતી વીજળીનો ઉપયોગ વધ્યો છે. તો બીજી તરફ રોકાણકારોમાં પણ કોલસામાં રોકાણ કરવામાં કોઈ રૂચી જોવા મળતી નથી. જેના કારણે કોલસાનું ઉત્પાદન પણ ઓછું થયુ અને વીજ સંકટ વધારે ઘેરૂ બન્યું છે.

Read Also

Related posts

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!