GSTV
Home » News » ઐતિહાસિક શપથવિધિ : 8 હજાર મહેમાનોનું દિલ્હીમાં આગમન, આઝાદીથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો

ઐતિહાસિક શપથવિધિ : 8 હજાર મહેમાનોનું દિલ્હીમાં આગમન, આઝાદીથી લઈને અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના રાજતિલક માટે હવે ગણતરીની ક્ષણો બાકી છે. સાડા પાંચ વાગી ચુક્યા છે. મંત્રી મંડળમાં સમાવેશ થનારા પ્રધાનોએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી છે જ્યારે વિદેશથી આવતા મહેમાનો પણ દિલ્હી આવી ચુક્યા છે. ત્યારે આજની વડાપ્રધાનની શપથવિધિ ઐતિહાસિક બનવા જઈ રહી છે. ભવ્ય સમારોહ માટે કુલ ૮ હજાર મહેમાનોને આમંત્રણ અપાયું છે. આઝાદીથી આજ સુધીના ઈતિહાસમાં આ આંકડો સૌથી મોટો છે. અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરાયા નથી. આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે સાત વાગ્યે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શથ ગ્રહણ કરવાના છે..અને નરેન્દ્ર મોદી સાથે પ્રધાન પદ મેળવાનારા નેતાઓ પણ શપથ ગ્રહણ કરશે.

મહેમાનોની સંખ્યામાં વધારો

વડા પ્રધાનની શપથવિધિમાં સામાન્ય રીતે સાડા ચાર- પાંચ હજાર મહેમાનોને બોલાવાતા હોય છે. પરંતુ આ વખતે સંખ્યા ઘણી વધારે છે. નરેન્દ્ર મોદીની ૨૦૧૪ની શપથવિધિ વખતે સાર્ક દેશોના વડાઓને આમંત્રિત કરાયા હતા. આ વખતે બિમસ્ટેક સંગઠનના સાત દેશોના વડાઓને આમંત્રિત કરાયા છે. બિમસ્ટેકના વડાઓ ઉપરાંત થાઈલેન્ડની સરકારને પણ આમંત્રણ અપાયું છે. ત્યાંથી વિશેષ પ્રતિનિધિ હાજર રહેશે. બિલ ગેટ્સ અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના વડાં ક્રિસ્ટીન લોગાર્ડને પણ આમંત્રણ મોકલાયું છે…

મુખ્યપ્રધાનો અને રાજ્યપાલને અપાયુ આમંત્રણ

શપથ ગ્રહણ સમારોહ માટે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો અને રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યુ છે…. આ ઉપરાંત યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી,કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી… .. કર્ણાટકના સીએમ કુમાર સ્વામી… દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ… દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હસન અને રજનીકાંત પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે…

READ ALSO

Related posts

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva

અરૂણનો અસ્ત ભાજપને મોટો ઝાટકો, શા માટે અરૂણ જેટલીને મોદી-શાહનાં સંકટમોચક કહેવાય છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!