GSTV

બાબરે કરેલી ઐતિહાસિક ભૂલ હવે સુધારવાનો સમય : હિન્દુ પક્ષની દલીલ

Last Updated on October 16, 2019 by Mayur

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસના 39મા દિવસે મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકાર વકીલ કે. પરાસરને રામજન્મભૂમિ પર મસ્જિદ બનાવવાને બાબરની ઐતિહાસિક ભૂલ ગણાવી અને તેને સુધારવાનો સમય આવી ગયો હોવાનું કહ્યું હતું. મુસ્લિમ પક્ષકારો તરફથી કરાયેલી દલીલનો જવાબ આપતા તેમણે કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસૃથાન પર બાબરે મસ્જિદ બનાવી. આ ઐતિહાસિક ભૂલ હતી, તેને સુધારવાની જરૂર છે.

મહંત સુરેશ દાસ તરફથી હાજર થતાં કે. પરાસરને કહ્યું કે અયોધ્યામાં 55થી 60 મસ્જિદ છે અને મુસ્લિમ કોઈપણ મસ્જિદમાં નમાજ પઢી શકે છે, પરંતુ વિવાદિત સ્થળ જ ભગવાન રામનું જન્મસ્થળ છે અને જન્મસ્થળ બદલી શકાતું નથી. પરાસરનની દલીલનો વિરોધ કરતાં મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને કહ્યું કે સુપ્રીમ કોર્ટને ઈતિહાસ ફરીથી નહીં લખવાની વિનંતી કરતાં કહ્યું કે બંધારણીય બેન્ચે શાસકોના કૃત્યોની કાયદેસરતામાં જવું જોઈએ નહીં,

જો તેમ થશે તો અશોકના કૃત્યો પર પણ સવાલો ઊભા થશે અને એક પછી એક અનેક સમસ્યાઓ સર્જાશે.  મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 39મા દિવસે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની સુનાવણી હાથ ધરી હતી. અગાઉ આ કેસમાં 18મી ઓક્ટોબર સુધીમાં દલીલો પૂરી કરવાની સમય મર્યાદા રખાઈ હતી, પરંતુ મંગળવારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સંકેત આપ્યા હતા કે કોર્ટ ગુરૂવારના બદલે બુધવારે સુનાવણી પૂરી કરવાનો પ્રયાસ કરશે.

હિન્દુ પક્ષ તરફથી કે. પરાસરને જણાવ્યું કે આજે સુનાવણીનો 39મો દિવસ છે. દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે કાલે 40મો દિવસ છે, કાલે સુનાવણીનો અંતિમ દિવસ હોઈ શકે છે. મહંત સુરેશ દાસ તરફથી ચર્ચા કરતા કે. પરાસરને કહ્યું કે બાબરે ભારત પર વિજય મેળવ્યો અને તેમણે પોતાને કાયદાથી ઉપર રાખતા ભગવાન રામના જન્મ સૃથળે એક મસ્જિદનું નિર્માણ કર્યું, જે એક ઐતિહાસિક ભૂલ હતી. 

સુપ્રીમમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષના વકીલો વચ્ચે ઉગ્ર ચર્ચા

અયોધ્યા કેસની સુનાવણીમાં કે. પરાસરને દલીલ કરતાં મુઘલ શાસક બાબરે 433થી વધુ વર્ષ પહેલાં ભગવાન રામના જન્મસૃથાન પર મસ્જિદ બાંધીને ‘ઐતિહાસિક ભૂલ’ કરી હોવાની દલીલ કરતાં મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને દરમિયાનગીરી કરતાં કહ્યું કે આ એકદમ નવી દલીલ છે.

આ કેસમાં હજી સુધી આવી દલીલ થઈ નથી. તેઓ ફરીથી દલીલોમાં તેનો જવાબ આપશે. ધવનની દરમિયાનગીરીથી હિન્દુ પક્ષના વકીલો નારાજ થઈ ગયા હતા અને તેમણે વાંધો ઉઠાવતાં કહ્યું કે ધવન દ્વારા વારંવાર અવરોધ ઊભો કરવામાં આવે છે. ત્યાર બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. જોકે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ધવન પર નારાજ થતાં તેમણે માફી માગી હતી.

READ ALSO

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!