GSTV

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Last Updated on September 21, 2021 by Zainul Ansari

માતાના મઢમાં વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં મોભી સ્વ: પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા મહારાણી પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે. તેઓ ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે પરંતુ તેઓ કોઈને આ અંગે નિયુક્ત કે આદેશ ન કરી શકે તેવો કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં માત્ર ને માત્ર મહારાણી પ્રીતિદેવીને જ આ અધિકાર આપવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કચ્છના ઇતિહાસમાં સૌપ્રથમ એવી ઘટના અંગે ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. રાજાશાહી વખતથી કચ્છના કુળદેવી મા આશાપુરાની પૂજા વિધિ રાજવી પરિવારના મોભી કરતા આવ્યા છે. આશો નવરાત્રીમાં પત્રી-ચામર વિધિ કરવાના વિશેષ અધિકાર રાજવી પરિવારને છે. પરંતુ વર્ષોથી ક્ચ્છ રાજવી પરીવારના બે ભાઈઓ વચ્ચે ચાલતી તકરારમાં પૂજા-વિધિ અંગે પણ વિવાદ ઉભો થયો હતો.

વર્ષો બાદ હવે મા આશાપુરાની પત્રી-વિધિ અને ચામર વિધિ રાજવી પરિવારના મોભી મહારાણી પ્રીતિદેવીજ કરી શકે ભલે તેઓ મહિલા હોય પણ તેઓ પૂજા વિધિ કરી શકે તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કોર્ટે કરતા નવી પરંપરા કચ્છમાં ચાલુ થશે.

વર્ષ ૨૦૧૦માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેઓએ માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવીમાં આશાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે. જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે. પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે.

જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા તેમજ નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કચ્છનાં રાજવી પરિવારનાં મોભી સ્વ: પ્રાગમલજી ત્રીજાનું અવસાન થયું હતું. જેને પગલે એમના પત્નિ મહારાણી પ્રીતિદેવીએ ભુજ કોર્ટમાં આ કેસ સંદર્ભે અપીલ કરી હતી.

પ્રીતિદેવીની એકલાની અપીલ ઉપરાંત સ્વ: પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમિયાન કુંવર તરીકે જેમની જાહેરાત કરી હતી તેવા ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિત મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજા પણ આ મામલામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જોકે કોર્ટે ત્રણેયની અપીલ કાઢી હતી અને પ્રીતિદેવીને આજીવન ચામર પત્રી વિધિ માટેનો હક હોવાનો ચુકાદો આપ્યો હતો. ભુજનાં દસમાં અધિક જિલ્લા જજ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો.

Read Also

Related posts

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah

રાહુલ ગાંધીના નિશાના પર સરકાર, જનતા સાથે ક્રૂર મશ્કરી કરી રહી છે કેન્દ્ર સરકાર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભડાકો થતા કોંગ્રેસ લાલઘૂમ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!