GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

મંદી અને કોરોનાના ફફડાટ વચ્ચે મોદી સરકારને 1.75 લાખ કરોડનો ફટકો, ઉધાર લેવા પડશે રૂપિયા

કેન્દ્ર સરકારે વર્ષ 2019-20માં 9.98 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન કર્યું છે. આમ જોતાં ટેક્સ કલેક્શનના સંશોધિત અનુમાનની સરખામણીએ 1.75 લાખ અથવા 14.7 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. આટલા મોટા તફાવતને કારણે નાણાં મંત્રાલય હેઠળ આવતા આવક વિભાગને વર્ષ 2020-21ના બજેટ ગણિતમાં ફેરફાર કરવો પડી શકે છે. રાજસ્વ વિભાગના એક વરિષ્ડ અધિકારીનાં જણાવ્યાં અનુસાર વિભાગનાં ઇતિહાસમાં કોઈ દિવસ આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી.

ઘટાડાના મુખ્યા કારણો આ છે

આ ઘટાડાનું મુખ્ય કારણ વ્યાપક આર્થિક મંદી, બજેટ પછી કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની જાહેરાત, ટેક્સ સમાધાન યોજના વિવાદ સે વિશ્વાસ શરૂ ન થઈ શકવી તેમજ સૌથી વધુ કોરોના વાઇરસને કારણે કરવામાં આવેલ દેશવ્યાપી લોકડાઉન છે. સત્તાવાર આંકડાઓ દ્વારા માહિતી મળે છે કે, ડાયરેક્ટ ટેક્સ હેઠળ 31 માર્ચ સુધી કુલ ચોખ્ખી રકમ 11.81 લાખ કરોડ રૂપિયા હતી. જેમાં 1.83 લાખ કરોડ રૂપિયા ટેક્સ રિફંડનાં છે. કુલ સંગ્રહમાંથી રિફંડ બાદ નેટ ટેક્સ કલેક્શન 11.7 રૂપિયા લાખ કરોડનાં અનુમાન સામે ફક્ત 9.98 લાખ કરોડ રૂપિયા જ રહ્યું છે.

13.35 લાખ કરોડનું લક્ષ્ય રખાયુ હતુ

તેમાંથી કેન્દ્ર સરકારને કોર્પોરેશન ટેક્સ પેટે 5.42 લાખ કરોડ રૂપિયા અને 4.43 લાખ કરોડ રૂપિયા પર્સનલ ઇન્કમ ટેક્સ પેટે મળ્યા છે. નાણાંકીય વર્ષ 20 માટે ટકાનાં હિસાબથી થયેલ ઘટાડો ઇતિહાસમાં સૌથી વધુ છે. તે 2018-19માં 5.3 ટકા હતો. તેની અગાઉ 2008-2009માં સંશોધિત અનુમાનનાં 7.5 ટકા હતો. કેન્દ્રિય બજેટ 2020-21માં સરકારે ટેક્સ કલેક્શનનું લક્ષ્ય ઘટાડી 11.70 લાખ કરોડ કરી દીધું છે. આ અગાઉનાં અનુમાનમાં 13.35 લાખ કરોડનું લક્ષ્ય રાખવામા આવ્યું હતું.

READ ALSO

Related posts

ગણતરીના કલાકોમાં જ Coronaના કેસ 2 લાખના આંકને વટાવશે, કોરોના ગયો નથી યાદ રાખજો

Mansi Patel

પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાનીની કબૂલાત, ટીમના ખેલાડીઓએ આ વસ્તુઓની દાણચોરી કરી હતી

Bansari

બાળકોને શાળાએ મોકલવાના નિયમો થયા તૈયાર, સ્કૂલ સાથે વાલીની પણ નકકી કરાઈ જવાબદારી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!