GSTV

પાકિસ્તાની ભેંસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ભારતની ભેંસે, ચોરી થવાને ડરે માલિકે વેચી દીધી

આમ જોવા જઈએ તો, દેશમાં અને વિદેશ દરરોજ નવા નવા રોકોર્ડ તૂટતા હોય છે અને બનતા હોય છે. ત્યારે હવે એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે હરિયાણામાં. અહીના હિસારના ખેડૂત સુખબીર સિંહ ઢાંડા પાસે એક મુર્રાહ નસલની ભેંસ છે. આ ભેંસનું નામ સરસ્વતી છે, જેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે. ત્યારે તેણે હવે વધુ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુખબીરમાં આ સરસ્વતી ભેંસને 51 લાખમાં વેચી છે. જેને લુધિયાણાના એક ખેડૂતે તેને ખરીદી છે.

ભેંસ ચોરી થવાનો ડર કાયમ સતાવતો હતો

સુખબીરે આ અંગે જણાવ્યું હતું કે, હું તો ભેંસ વેચવા નથી માગતો પણ પાડોશીમાં બે ભેંસ ચોરી થઈ ગઈ. તેથી મને પણ મારી ભેંસ ચોરી થવાનો ડર સતાવે છે. તેથી મજબૂરીમાં મારે તેને વેચવી પડે છે. સરસ્વતીએ ગત વર્ષે જ 29.31 કિલો દૂધ આપીને હિસારમાં પ્રથમ ઈનામ જીત્યુ હતું. અનેક હરિફાઈમાં સરસ્વતીએ પોતાનું કરતબ બતાવ્યું છે. પણ હવે સરસ્વતી પંજાબી શાન બનશે.

ખેડૂતે આ માટે એક સમારંભ યોજ્યો

ભેંસ વેચતા પહેલા આ ખેડૂતે એક સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં હિસાર ઉપરાંત રાજસ્થાન, યુપી અને પંજાબના લગભગ 700 ખેડૂતો હાજર રહ્યા હતા. સુખબીર બાદલે જણાવ્યું હતું કે, તેણે ચાર વર્ષ પહેલા આ ભેંસને 1 લાખ 30 હજારમાં ખરીદી હતી ત્યાર બાદ સરસ્વતીએ અનેક બચ્ચાઓને જન્મ આપ્યો હતો. જેનું દૂધ વેચી 1 લાખ સુધીની કમાણી કરી રહ્યા છે.

સુખબીરે થોડા સમય પહેલા જ લુધિયાણામાં ડેરી એન્ડ એગ્રી એકસ્પોમાં ભાગ લીધો. જ્યાં સરસ્વતીએ 33.13 કિલો દૂધ આપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. જેના પર બે લાખનું ઈનામ હતું. અગાઉ સૌથી વધુ દૂધ આપવાનો રેકોર્ડ પાકિસ્તાની ભેંસના નામે હતો. જેણે 32.05 કિલો દૂધ આપ્યું હતું.

READ ALSO

Related posts

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલનો સુરક્ષા ખર્ચ અમેરિકા નહી ઉઠાવે : પ્રમુખ ટ્રંપ

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari

ઓ બાપ રે… જો આ વ્યક્તિની ભવિષ્યવાણી અમેરિકા માટે સાચી પડી તો ટ્રમ્પની સત્તા હચમચી જશે, ભારત આવવાનો પણ નહીં થાય ફાયદો

Karan
Do NOT follow this link or you will be banned from the site!