GSTV
Home » News » છોટાઉદ્દેુપુરના ખેડૂતે 5000 રૂપિયામાં નદીની ખાલી પડેલી જમીન ભાડે રાખી અને નસીબ પલટી ગયું

છોટાઉદ્દેુપુરના ખેડૂતે 5000 રૂપિયામાં નદીની ખાલી પડેલી જમીન ભાડે રાખી અને નસીબ પલટી ગયું

આમ તો છોટાઉદ્દેપુરના મોટાભાગના ખેડૂતો ડુંગરાળ વિસ્તારમાં ખેતી કરે છે. જ્યાં પાકને પાણીની ખૂબ જરૂર રહેતી હોય છે. પરિણામે ઘણાં ખેડૂતોને યોગ્ય પાક નથી મળતો હોતો. પણ હવે છોટાઉદ્દેપુરના આ ખેડૂતે નદીની ખાલી પડેલી જમીન 5000 રૂપિયામાં ભાડે રાખી મબલખ આવક લીધી છે.

થોડી જમીન અને તેમાં ય વરસાદ આધારિત ખેતી કરતાં ભાયલાલ ભાઈ નામના આ ખેડૂતને ખેતી કરી પરિવાર નું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ લાગતું હતું. ઘણા સમયથી તેઓ દેવાના ડુંગર નીચે દબાયેલ હતા. શું કરવું તે સમજમાં આવતું ન હતું? એક દિવસ તેમને નદીના પટ પર નજર પડી અને વિચાર આવ્યો કે નદી માં ભલે પાણી નથી. પણ ભેજ તો છે. જો નદી ના પટ માં ખેતી કરવામાં આવે તો કદાચ ખેતીમાં સફળ ઉત્પાદન લઈ શકીએ. એ વિચારે જ ગયા વર્ષે એક એકર જેટલો નદી નો પટ. પંચાયત પાસે થી 5000 હજાર રૂપિયામાં ભાડા રાખ્યો હતો. ભાડે લીધેલી આ જમીનમાં તેમને અનુમાન પણ નહીં હોય તેટલું ઉત્પાન મળ્યું.

હવે તમને થતું હશે કે એવું તે શું કર્યું આ ધરતીપુત્રએ? નદીનાં પટમાં તેમણે સાંઈબાબા ભીંડાનું વાવેતર કર્યું. આ ભીડા તેમને એટલા ફળ્યા કે છોડ એક ફૂટ જેટલો થવા જાય ત્યાં તેમાં ભીંડા લાગવા લાગે. આ કારણે જ થોડા જ સમયમાં આવક શરૂ થઈ ગઈ. એક એકર માં ખાતર, બિયારણ નદી ના પટમાં પ્લાવ મારવા નો ખર્ચ સાથે તેને એક લાખ નો ખર્ચ કર્યો અને ફાયદો પણ એટલો જ મેળવ્યો.

હાલમાં તો તેમને ખર્ચ બાદ કરતાં એક લાખનો ફાયદો તો થઇ જ ગયો છે. અને હજુ તેઓ ભીંડાની ઉપજ મેળવી રહ્યા છે. તેમના ઘરે આવતા અન્ય ખેડૂતો અને પરિવારજનો પણ તેમની ખેતી જોઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. અન્ય ખેડૂતો જે ડુંગરાળ વિસ્તારમાં રહેતા હોય તેઓ વરસાદ આધારિત ખેતી કરે છે. હવે ભાઈલાલ ભાઈની વાડીની મુલાકાત લીધા બાદ તેમને પણ નદીમાં ખેતી કરવાનો વિચાર આવ્યો છે. ત્યારે હવે અન્ય લોકો પણ ભાઈલાલ ભાઈની માફક જ ખેતી કરવાની ઈચ્છા રાખી રહ્યા છે. કહેવાયને કે સૂઝબૂઝથી ખેતી કરેલી હોય તો તેના મીંઠા પરિણામ મળી શકે. છોટાઉદ્દેપુરના ખેડૂત પણ હવે આ ખેતીના જ મીઠા ફળ લઈ રહ્યા છે.

READ ALSO

Related posts

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar