GSTV
India News Uncategorized ટોપ સ્ટોરી

માતા હિરાબાએ ટીવી પર પુત્ર નરેન્દ્રએ પીએમ પદના શપથ લેતાં તાળીઓથી વધાવી લીધો

બીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેનારા નરેન્દ્ર દામોદરદાસ મોદીનું જ્યારે નામ લેવાયું ત્યારે ઉપસ્થિત મહેમાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને તેમને તાળીઓથી વધાવી લીધા હતા. જો કે મોદીના બીજી વખત પ્રધાનમંત્રી બનવાની સૌથી વધારે ખુશી મા હિરાબાના ચહેરા પર દેખાતી હતી. હિરાબાએ ગાંધીનગરમાં દિકરા નરેન્દ્રની શપથવિધિ જોઈ હતી. ખુશ થઈ તેમણે તાળીઓ પણ પાડી હતી.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે તેઓ માતા હિરાબાના આશિર્વાદ લે છે. થોડા સમય પહેલા ભાજપને જીત મળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીએ રાતના માતા હિરાબાની મુલાકાત લીધી હતી. તો ચૂંટણી પ્રચારની શરૂઆત પહેલા પણ તેમણે માતા હિરાબાના આશિર્વાદ લીધા હતા. જેથી માતા હિરાબાની આ તસવીરો ઘણું કહી જાય છે.

7 વાગ્યે લીધા પ્રધાનમંત્રી પદના શપથ

દેશ એક ઐતિહાસીક ક્ષણનો સાક્ષી બન્યો. પીએમ નરેન્દ્ર મોદીએ બીજી ટર્મ માટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બરોબર 7 વાગ્યેને ત્રણ મિનિટે તેમને વડાપ્રધાન પદ માટે ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા. પીએમ મોદી શપથ લેવા માટે મંચ પર પહોંચ્યા હતા ત્યારે દર્શકોની હરોળમાંથી મોદી-મોદીના નારા લાગ્યા. તેમણે ઇશ્વરના નામે સોગંદ લીધા. પીએમ મોદીએ શપથવિધી માટે ખાસ સફેદ રંગનો ઝભ્ભો અને ભૂખરા રંગની કોટી પહેરી હતી. શપથ ગ્રહણ કર્યા બાદ પીએમ મોદીએ વડાપ્રધાન પદ સ્વિકાર કર્યા અંગેના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા. પીએમ મોદી દ્વારા શપથ લીધાની સાથે જ ફરીવાર નરેન્દ્ર મોદી જિંદાબાદની નારેબાજી થઇ..

READ ALSO

Related posts

સાન ફ્રાન્સિસ્કો પોલીસમાં તૈનાત થશે રોબોટ, સરકાર સમક્ષ રજૂ કરાયો પ્રસ્તાવ

GSTV Web Desk

વડોદરા / ગુજરાતની ચૂંટણીમાં US રાષ્ટ્રપતિ જો બાયડેનની ચર્ચા, જાણો શું છે સમગ્ર મામલો

Nakulsinh Gohil

બઘેલનો નવો દાવ / છત્તીસગઢમાં અનામતનું પ્રમાણ વધારીને 76 ટકા કરી દીધું, રાજ્યોમાં અનામત વધારવાની હોડ જામી

Hardik Hingu
GSTV