મોબાઇલથી પેમેન્ટ કરો અને આટલા લીટર પેટ્રોલ મળશે Free, આ કંપની આપી રહી છે ઑફર

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હાલ રાહત મળી રહી છે. આ વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમ તમારા માટે એક ઑફર લાવ્યું છે. કંપની તમને 1 લીટર પેટ્રોલ ફ્રી આપી રહી છે.
ફ્રીમાં એક લીટર પેટ્રોલ મેળવવા માટે તમારે ફક્ત તમારા પેમેન્ટની રીત બદલવાની છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમે જણાવ્યા અનુસાર જ્યારે તમે તમે તમારા ઘર માટે એચપી ગેસ સિલિન્ડર રિફિલ કરાવો ત્યારે તે દરમિયાન પેમેન્ટ એચપી રિ-ફ્યૂલ એપથી કરો.
પેમેન્ટ કર્યા બાદ તમને એક લીટર પેટ્રોલ બિલકુલ ફ્રી મળશે. જો કે ઑફર પીરિયડ દરમિયાન આ રીતે તમે વધુમાં વધુ 85 રૂપિયા સુધીનું પેટ્રોલ ભરાવી શકો છો.
બીજી રીત છે કે તમે 5 લીટર પેટ્રોલ ભરાવો. તેના માટે તમે જ્યાર પેમેન્ટ કરો તો તે પણ તમારે આ એપ દ્વારા કરવાનું છે. તેના બદલે તમને એક લીટર પેટ્રોલ ફ્રી મળશે. આ રીતે તમને ઑફર પિરિયડ દરમિયાન વધુમાં વધુ 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવી શકો છો.
ક્યાં સુધી છે ઑફર
હિન્દુસ્તાન પેટ્રોલિયમની આ ઑફર 31 ડિસેમ્બર સુધી માન્ય છે. આ ઑફરની વધુ માહિતી માટે તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમની વેબસાઇટ પર જઇ શકો છો.
જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેના કારણે ઘરેલૂ સ્તર પર પેટ્રોલ અને ડાઝલ સસ્તા થઇ રહ્યાં છે. ડીઝલની કિંમત પણ 3 મહિનાના નીચલા સ્તર પર છે.
Read Also
- કાર્તિકને ટીમમાંથી બહાર કરતા ભડક્યા સુનીલ ગાવસ્કર, વિશ્વ કપ માટે બનાવી પોતાની ટીમ
- બેબી બંપની સાથે સુરવીન ચાવલાએ કરાવ્યું ફોટોશૂટ, શેર કરી ગ્લેમરસ તસ્વીરો
- ગુજરાતમાં આતંકી હુમલાનું IBનું ઈનપૂટ છે પરંતુ ચોકી પર પોલીસના ફોટો જુઓ
- રવિવારે દિશા પટણી સાથે ડેટ પર જાય છે ટાઈગર શ્રોફ, આ છે કારણ
- મલાઈકા અરોડાના પુત્રને પસંદ છે અર્જુન કપૂર? જુઓ Photo