GSTV
Gujarat Government Advertisement

આ કંપનીએ કરી પર્મેનેન્ટ વર્ક ફ્રોમ હોમની જાહેરાત, મળશે ફર્નિચર અને ઈંટરનેટનાં પણ પૈસા

Last Updated on October 8, 2020 by

કોરોનાકાળમાં, મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે. ઘણી આઈટી કંપનીઓએ ઘરેથી ડિસેમ્બર સુધી અથવા તેનાથી પણ આગળ કામ લંબાવી દીધું છે. તો, ઘણી કંપનીઓ ફક્ત તે જ કર્મચારીઓને બોલાવી રહી છે જેમના ઘરેથી કામ થઈ શકતું નથી. આ કડીમાં, હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસે તેના કર્મચારીઓને ઘરેથી કાયમી કામ કરાવવાની જાહેરાત કરી છે.

ફર્નિચર અને ઈન્ટરનેટનાં પૈસા મળશે

કંપનીએ પર્મનેન્ટ વર્ક ફ્રોમ હોમની જાહેરાતની સાથે જ તેના દરેક કર્મચારીઓને ફર્નિચર અને ઈંટરનેટનાં પૈસા પણ પ્રોવાઈડ કરશે. આ પૈસા પગાર ઉપરાંત હશે. આ સિવાય યુપીએસ ઇન્સ્ટોલેશન માટેની સુવિધા પણ આપવામાં આવી રહી છે. જો કોઈ કર્મચારીની વિશેષ વ્હીલ ચેરની માંગ હોય તો તે પણ પૂર્ણ કરવામાં આવી રહી છે.

Work From Home

ઈંશ્યોરન્સની સુવિધા પણ મળશે

ઈન્ટરનેટ અને ફર્નિચર ઉપરાંત, હિન્દુસ્તાને ઘરેથી કામ કરતા કર્મચારીઓની વીમા પોલિસીમાં પણ ફેરફાર કર્યો છે. કંપનીએ કર્મચારીઓને શારીરિક અને ઈમોશનલ પડકારનો સામનો કરવા માટે ટેલિમેડીસીન સુવિધા પણ શરૂ કરી છે. આ સિવાય એપ્લિકેશનની મદદથી વેલનેસ કાઉન્સલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

ફક્ત જરૂરી લોકોએ જ ઓફિસ આવવું પડશે

કંપનીએ નિર્ણય લીધો છે કે હવે ફક્ત તે જ સ્ટાફ ઓફિસોમાં આવશે, જેઓ ઓફિસમાં આવ્યા વિના કામ કરી શકતા નથી. હિન્દુસ્તાન બેવરેજ માજા, થમ્સ-અપ, સ્પ્રાઈટ અને કોકા-કોલાના અન્ય પીણા બનાવે છે. દેશભરમાં તેની 15 ફેક્ટરીઓ છે. આ નવો નિયમ તમામ ફેક્ટરીઓમાં લાગુ કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે, જે કર્મચારીઓએ ઓફિસમાં આવવાનું નથી, તેઓ તેમના ઘરેથી કામ કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કલેક્ટરે બેન્ક ડિફોલ્ટરોની મિલકત ટાંચમાં લેવા કરી કાર્યવાહી, 10 મહિનામાં 48 બેન્કોને લાગ્યો ચૂનો

Pritesh Mehta

HDFC CARD: 10 હજારથી વધુનું કરશો ટ્રાંજેક્શન, તો આપો આપ 9 EMIમાં કન્વર્ટ થઈ જશે, પેટ્રોલ પંપે પણ કામમાં આવશે આ કાર્ડ

Pravin Makwana

ઝટકો/ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર અસમના કદાવર નેતાએ કહ્યું જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી કોંગ્રેસ નહીં આગળ વધે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!