GSTV
Home » News » પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું લગ્ન મંડપમાંથી અપહરણ, મુસ્લિમ બનાવી લગ્ન કર્યા

પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું લગ્ન મંડપમાંથી અપહરણ, મુસ્લિમ બનાવી લગ્ન કર્યા

પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાક.ના સિંધ પ્રાંતમાં એક હિંદુ યુવતીનું તેના લગ્ન સૃથળેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાદમાં આ યુવતીને બળજબરીથી ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો અને તેની સાથે અપહરણ કરનારા મુસ્લિમ યુવકે લગ્ન કરી લીધા હતા.

આ ઘટનાની સમગ્ર પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ ચર્ચા થવા લાગી છે. ઓલ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ (એપીએચસી)એ દાવો કર્યો હતો કે ગત સપ્તાહે સિંધ પ્રાંત રહેતી હિંદુ યુવતી ભારતીના લગ્ન હતા. જોકે શાહરૂક ગુલ નામના મુસ્લિમ યુવકે હથિયારો વડે લગ્ન સ્થળે આવીને આ યુવતીનું અપહરણ કરી લીધુ હતું.

24 વર્ષીય ભારતીને બાદમાં ઇસ્લામ અંગીકાર કરાવી લીધો હતો. એવા દાવા થઇ રહ્યા છે કે અપહરણ કરવા માટે યુવક પોલીસના યુનિફોર્મમાં હથિયારો સાથે આવ્યો હતો. સમગ્ર મામલાની ભારે ચર્ચા વચ્ચે સિંધના લઘુમતી બાબતોના મંત્રી હરીરામ કીશોરીએ નોંધ લીધી હતી અને પોલીસ પાસેથી આ ઘટનાનો પુરો રિપોર્ટ માગ્યો છે.

Rajasthan's Bapcha

બીજી તરફ ગુલ નામના મુસ્લિમ યુવકે યુવતી અંગે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને દાવો કર્યો હતો કે યુવતીએ ડિસેમ્બર 2019ના રોજ ઇસ્લામ અંગીકાર કર્યો હતો. આ પોસ્ટમાં તેણે ઇસ્લામ અંગીકાર કર્યો હોવાના ડોક્યૂમેન્ટ્સ જાહેર કર્યા હતા.

ડોક્યૂમેન્ટ્સના જણાવ્યા અનુસાર ભારતીની ઇસ્લામ અંગીકાર કરવાની વીધી બાનોરી ટાઉનમાં જમીઅત-ઉલ-અલુમ ઇસ્લામીયામાં હાથ ધરાઇ હતી. પાકિસ્તાનમાં માત્ર 2 ટકા જ હિંદુઓ રહ્યા છે, અને મુસ્લિમ બહુમત વાળા દેશમાં હિંદુઓમાં ખાસ કરીને યુવતીઓના અપહરણ અને લગ્ન કરી લેવાની ઘટનાઓ વધી રહી છે.

Read Also

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!