GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

પાકિસ્તાનમાં હિન્દુ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારી હત્યા કરાઈ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ડેન્ટલ કોલેજમાં એક હિન્દુ વિદ્યાર્થિની તેના હોસ્ટેલ રૂમમાં સહસ્યમય સંજોગોમાં મતૃ મળી આવી હતી. આ વિદ્યાર્થિનીના અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેના પર બળાત્કાર ગુજારાયો હતો અને પછી તેની હત્યા કરાઈ હતી.

રૂમમાં દોરડું બાંધીને મૃત હાલતમાં જોવા મળી

સિંધ પ્રાંતમાં બીબી આસિફા ડેન્ટલ કોલેજની અંતિમ વર્ષની વિદ્યાર્થિની નિમ્રિતા ચાંદની 16મી સપ્ટેમ્બરે તેના રૂમમાં ગળા પર દોરડું બાંધેલી હાલમાંત મૃત મળી આવી હતી. ચાંદકા મેડિકલ કોલેજ હોસ્પિટલ (સીએમસીએચ)ના વીમેન મેડિકો-લીગલ ઓફિસર ડૉ. અમૃતા દ્વારા જાહેર કરાયેલ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું હતું કે ચાંદનીનું મોત ગળું દબાવવાના કારણે થયું હતું. હત્યા પહેલાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ચાંદનીના કપડાં પર પુરૂષ ડીએનએની હાજરી

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે ચાંદનીના કપડાં પર પુરૂષ ડીએનએની હાજરીની તેમજ તેના પર બળાત્કાર ગુજારાયો હોવાની પુષ્ટી મળી છે. અગાઉના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચાંદનીએ આત્મહત્યા કરી હોવાનો દાવો કરાયો હતો. જોકે, આ રિપોર્ટ સામે કેટલાક નિષ્ણાતોએ સવાલો ઉઠાવતાં ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ભાઈનો દાવો ગળા પરના નિશાન આ સંકેત આપે છે

પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી ચાંદનીના ભાઈએ દાવો કર્યો હતો કે તેના ગળા પરના નિશાન સંકેત આપે છે કે નિમ્રિતાએ આત્મહત્યા નથી કરી. તેનો ભાઈ કરાચીમાં ડાઉ મેડિકલ કોલેજમાં મેડિકલ કન્સલટન્ટ છે.

Read Also

Related posts

એક ટકા અમેરિકનો થયા કોરોનાથી સંક્રમિત, કેસનો આંક 33.44 લાખે પહોંચ્યો

Pravin Makwana

અમેરિકાએ 27 કરોડ બોમ્બ ફેંક્યા છતાં થઈ હતી ભૂંડી હાર, બોમ્બસ્ટ્રેટેજી ગઈ હતી નિષ્ફળ

Pravin Makwana

‘કોરોના કવચ’થી કરો પરિવારની સુરક્ષા: મળશે 5 લાખ સુધીની સારવારનો ખર્ચ, દરેક ઉંમર માટે છે અલગ અલગ જોગવાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!