GSTV
Home » News » ‘હિંદુ પક્ષકારે કુરાનના આધારે કરેલી દલીલો આધારહીન’ સુપ્રીમમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનની તીખી દલીલો

‘હિંદુ પક્ષકારે કુરાનના આધારે કરેલી દલીલો આધારહીન’ સુપ્રીમમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનની તીખી દલીલો

સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને દલીલ રજૂ કરતા જણાવ્યુ હતુ કે, હિંદુ પક્ષકારે કુરાનના આધારે જે દલીલ રજૂ કરી છે. તે આધારહીન છે. મુસ્લિમ પક્ષકાર જમીનને પરત મેળવવા માગે છે.  ૬ ડિસેમ્બર, ૧૯૯૨માં જે પ્રોપર્ટીને તોડી પાડવામાં આવી તે અમારી હતી. આ સંપત્તિની રખેવાળી વક્ફ બોર્ડ કરી રહ્યુ હતુ.

રાજીવ ધવને ફાડ્યો નક્શો

રાજીવ ધવને વધુમાં કહ્યુ કે, અયોધ્યાને અવધ ઔધ લખવામાં આવ્યુ.  જે  અંગે સરકાર દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. કોર્ટમાં નકશો ફાડવા અંગે રાજીવ ધવને કહ્યુ કે, નકશો ફાડવાના અહેવાલ વાયરલ થયા છે. જોકે, આ નકશો કોર્ટના આદેશ બાદ ફાડવામાં આવ્યો હતા. સીજેઆઈએ જણાવ્યુ હતુ કે, તમે નકશો ફાડવા ઈચ્છો તો તમે નકશો ફાડી શકો છે. રાજીવ ધવને કેટલાક અનુવાદ પર સવાલ પણ ઉઠાવ્યા. તેમણે કહ્યુ કે, પીએન મિશ્રા દ્વારા કેટલીક દલીલ મૂર્ખતાપૂર્ણ રીતે કરવામાં આવી છે. જેમા પીએન મિશ્રાએ કહ્યુ હતુ કે, જમીનના કાયદા પર મે બે પુસ્તક લખ્યા છે. અને તમે એમ કહો છો કે, મને કાયદાનું કોઈ જ્ઞાન નથી. જેના જવાબમાં રાજીવ ધવને કહ્યુ કે, તમારા પુસ્તક તમને મુબારક. તમે આ બે પુસ્તક પર પીએચડી કરી લો.

૧૬મી સદીમાં વિદેશી યાત્રીએ પોતાના વૃતાંતમાં રામ  મંદિરનો ઉલ્લેખ કર્યો

પીએમ મિશ્રાએ દલીલ દરમ્યાન જણાવ્યુ હતુ કે, ૧૬મી સદીમાં ટ્રૈફન થેલર અને નિકોલો મનુચી જેવા વિદેશી યાત્રીએ પોતાના વૃતાંતમાં રામ  મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, આ વૃતાંતમાં મસ્જિદનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ૧૯૩૪માં અમારી પાસેથી પૂજાના અધિકાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

રામ જન્મભૂમિની દલીલ સાર્થક નથી

રાજીવ ધવને કહ્યુ કે, વિદેશી યાત્રીઓના વૃતાંત સિવાય હિંદુ પક્ષકાર પાસે મંદિરના કોઈ પુરાવા નથી. હિંદુ પક્ષકારની વિક્રમાદિત્ય મંદિરની વાતને માનવામાં આવે તો પણ રામ જન્મભૂમિની દલીલ સાર્થક નથી. ૧૮૮૬માં ફૈજાબાદ કોર્ટે કહ્યુ હતુ કે, વિવાદિત જમીન પર હિંદુ મંદિર નહોતુ.. અને ૧૮૮૬માં કમિશનરે જણાવ્યુ હતુ કે, હિંદુઓ પાસે કોઈપણ પ્રકારના અધિકાર નથી.

Read Also

Related posts

‘અમને NDAમાંથી બહાર કાઢનારા તમે કોણ?’ શિવસેનાના ભાજપ પર સણસણતા ચાબખા

Bansari

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ, પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિત આ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Bansari

BJPએ અમને દગો આપ્યો, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે: સંજય રાઉત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!