GSTV
Home » News » વડોદરામાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર પાઠવ્યુ

વડોદરામાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર પાઠવ્યુ

વડોદરામાં છેલ્લા એક મહિનાથી લવજેહાદની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે. અને આજે પીડિતાઓના પરિવારજનો સાથે પોલીસ અધિકારીને રજૂઆત પણ કરી.

સંસ્કારી નગર વડોદરામાં લવજેહાદની ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે આજે હિન્દુ જાગરણ મંચ, સંઘની મહિલા પાંખ એટલે કે રાષ્ટ્રીય સેવિકા સમિતિ, હિન્દુવાદી વકીલ નીરજ જૈન સહિતના આગેવાનો એકત્ર થયા હતા.

અને પીડિતોની પડખે ઉભા રહીને પોલીસ ભવન ખાતે પહોંચી જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. વિધર્મીઓ ચોક્કસ ષડ્યંત્ર રચીને હિંદુ સમાજની સગીર યુવતીઓને ફસાવી રહી છે.

ત્યારે આવા તત્વો પાસે પૈસા ક્યાંથી આવે છે. ઘરથી નાસી ગયા બાદ આવા લોકોને મદદ કોણ કરે છે  તે સવાલ છે. અને આ પ્રકારની ઘટનાને લઈને સીટની રચના કરવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓના આઇકાર્ડમાં જીપીએસ ચીપ ફિટ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.

READ ALSO

Related posts

રાજ્ય સરકારે ટ્રાફિકના નવા નિયમોમાં આપેલી રાહત સામે સુરતવાસીઓની આ છે માગ

Bansari

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

1 નવેમ્બરથી કચ્છ રણોત્સવના થશે પ્રારંભ, તડામાર તૈયારીઓ વચ્ચે યોજાઇ અધિકારીઓની સમીક્ષા બેઠક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!