GSTV
Home » News » કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક હિન્દૂ નેતાને મળી ફોન પર ધમકી

કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક હિન્દૂ નેતાને મળી ફોન પર ધમકી

કમલેશ તિવારીની હત્યા બાદ વધુ એક હિન્દૂ નેતાને ફોન ઉપર ધમકીઓ મળવાની શરુ થઇ છે. મૂળ મેરઠના વતની ઉપદેશ રાણાને ફોન પર ધમકીઓ મળતી હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશને નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દૂ નેતાની ફરિયાદને અનુસંધાને ઉપદેશ રાણાને આજે ગુજરાત એટીએસની કચેરીએ જવાબ લખાવવા માટે બોલવામાં આવ્યા હતા. જેમાં ઉપદેશ રાણા સાથે છેલ્લા કેટલાક સમયથી મળતી ધમકીઓનું ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યું છે.

જેના આધારે ગુજરાત એટીએસે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. આ સાથે જ ઉપદેશ રાણાના ફોનને સર્વેલન્સ ઉપર મૂકવામાં આવ્યો છે. જેના પગલે હવેથી કોઈ ફોન ઉપર ધમકી આપે તો ધમકી આપનાર શખ્સની આઈપી એડ્રેસ તાતકાલિક જાણી શકાય.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!