GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મઝહબ નહીં શિખાતા આપસ મેં બેર કરના, હિન્દુ યુવાને 3 માસના મુસ્લિમ બાળકને લોહી આપી જીવ બચાવ્યો

મઝહબ નહિ સીખાતા આપસ મેં બેર રખના આવું જ થયું છે આજે ત્રણ માસના એક મુસ્લિમ બાળકને લોહીની જરૂર હતી જેને આજે એક હિન્દુએ લોહી આપી તેનું જીવન બચાવ્યું છે. દેશના ઘણા પ્રાંતમાં હિન્દૂ મુસ્લિમ આમને સામને આવી જાય છે તો ઘણા રાજનેતાઓ વર્ગ વિગ્રહ કરી પોતાની રાજકીય દુકાન ચલાવી રહ્યા છે આવામાં હજી ઘણા એવા લોકો છે જેમાં ભાઈ ચારો છે અને એવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

હિન્દુએ આપ્યુ લોહી

મધ્ય પ્રદેશના મહમદ હુસેન નામના 3 માસના બાળકને સારવાર માટે યુએન મહેતામાં લાવવામાં આવ્યું હતું જેને લોહીની જરૂર પડતા અસરવામાં રહેતા જયેશ ભાવસાર નામના વ્યક્તિએ લોહી પૂરું પાડ્યું છે. મહમદ હુસેનનો પરિવાર મધ્યપ્રદેશના બીડવાઈ જિલ્લામાં રહે છે. મહમદ હુસેનને હ્રદયમાં રહેલા વાલની બીમારી હતી જેથી તેને બીડવાઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને યુએન મહેતા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

જયેશભાઈ પહોંચ્યા મદદે

જેથી તેને પરિવાર અહીં હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે લોહી ચડાવવા કહ્યું હતું જેથી જયેશ ભાવસરે તેને મદદ કરી પોતાનું લોહી આપ્યું હતું. થોડા સમય અગાઉ પોતાની ખાનગી હોસ્પિટલમાં આ જ પરિવારના એક સભ્યને મુકવા માટે બીડવાઈ ગયા હતા જેથી તેના પરિચયમાં હતા. અહીં આવ્યા બાદ જયેશ ભાઈ ની મદદ માંગતા તે પરિવારની મદદે પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

ભારતે પણ કરી ચીન સામે યુદ્ધની તૈયારી: છેક LAC પાસે ઉતારશે ફાયટર જેટ, બોફોર્સ આર્ટિલરી થશે તૈનાત

Mansi Patel

હાથણીનું મોત : અમે બધાને આશ્વત કરી છીએ કે લોકોની ચિંતા વ્યર્થ નહીં જાય, સીએમની થઈ એન્ટ્રી

Nilesh Jethva

Jio આપવાની છે પોતાના 38 કરોડથી વધારે ગ્રાહકોને એક વર્ષ માટે મોટી ભેટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!