બોલિવૂડની ફિલ્મો અત્યારે ભલે મોટા પડદા પર રિલીઝ થઈ રહી ન હોય પરંતુ ફિલ્મ મેકર્સ તેના માટે પ્રયાસો કરી રહ્યા છે. બોલિવૂડની હસ્તીઓએ મોટા પાયે મનોરંજનના પ્રયાસો હાથ ધર્યા છે. ફરીથી સિનેમાઘરો ખૂલશે ત્યારે નવી ફિલ્મોની લાઇન લાગી જનારી છે. સાઉથની કેટલીક ફિલ્મોના હિન્દીમાં રિમેકને ફેન્સ ઘણા પસંદ કરે છે. કેટલીક રિમેક ટૂંક સમયમાં આવી રહી છે.
શાહિદ કપૂર જર્સીના રિમેકમાં

બોલિવૂડનો એક્ટર શાહિદ કપૂર સાઉથની ફિલ્મ જર્સીના રિમેક માટે તૈયારી કરી રહ્યો છે. તે તેલુગુ ફિલ્મ જર્સીની રિમેક છે. જર્સીનું નિર્દશન ગૌતમ તિન્નાનાઉરી કરી રહ્યા છે શાહિદ તેમાં ક્રિકેટરની ભૂમિકામાં દેખાશે. તેલુગુમાં પણ ગૌતમે જ નિર્દેશન કર્યું હતું.
અહાન શેટ્ટી આરએક્સ 100ની રિમેકમાં

બોલિવૂડના સ્ટાર સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટીએ તેની પ્રથમ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તે કરી રહ્યો છે 2018ની તેલુગુ હિટ ફિલ્મ આરએક્સ 100ની હિન્દી રિમેક. નડિયાદવાલા ગ્રાન્ડસનન સત્તાવારા અકાઉન્ટ પર માહિતી આપવામાં આવી હતી કે પહેલું શૂટિંગ, પહેલો દિવસ, પહેલો ક્લેપ. એક ખબબસુરત સફર પર જવા માટે અમે સૌ તૈયાર છીએ. અહાન શેટ્ટી, સાજિદ નડિયાદવાલા, મિલન લુથરિયા અને તારા સુતરિયા.
અજય દેવગણ પણ આવી રહ્યો છે રિમેકમાં

એક્ટર અજય દેવગણે આ વર્ષના પ્રારંભે જ જાહેર કર્યું હતું કે તે સાઉથની ફિલ્મ કૈથીની રિમેકમાં આવી રહ્યો છે. તમિળ ફિલ્મ કૈથીની રિમેક માટે અજય દેવગણ તૈયારી કરી રહ્યો છે અને 2021ની 12મી ફેબ્રુઆરીએ આ ફિલ્મની હિન્દી રિમેક રિલિઝ થનારી છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત