GSTV
Home » News » હીના ખાનના ફૅન્સ માટે ખુશ ખબર, ‘યે રિશ્તા…’માં કરશે ધમાકેદાર વાપસી

હીના ખાનના ફૅન્સ માટે ખુશ ખબર, ‘યે રિશ્તા…’માં કરશે ધમાકેદાર વાપસી

હિના ખાને પોતાના ટીવી કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શૉ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરી હતી. 8 વર્ષ બાદ એક્ટ્રેસે આ શૉ છોડી દીધો હતો. પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે તે ફરીથી આ શૉમાં જોવા મળશે.

એક અહેવાલ અનુસાર, હિના કસૌટી ઝિંદગી કી-2થી ટીવી પર કમબેક કરતા પહેલાં યે રિશ્તા…ના સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે હિનાના શૉમાં ગેસ્ટ અપીયરન્સ હશે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર હિના દિકરી નાયરાના સપનામાં આવશે. તે નાયરાને સમજાવશે કે તે પોતાના લગ્ન ન તોડે. ઉલ્લેખનીય છે કે હાલ યે રિશ્તા…માં નાયરા અને કાર્તિકના લગ્ન નાજુક મોડ પરથી પસાર થઇ રહ્યો છે. બંનેના છૂટાછેડાનો ટ્રેક પણ દર્શાવવામાં આવી રહ્યો છે.

જો કે મેકર્સ હિનાની જૂની ફુટેજનો ઉપયોગ કરી સકે છે. પરંતુ અટકળો છે કે આ ડ્રીમ સિકવન્સ માટે હિનાને અપ્રોચ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હિના આ શૉને એક સારા વળાંક પર છોડીને જઇ શકી ન હતા. મેકર્સ અને હિના વચ્ચે નારાજગી હોવાની પણ ખબરો હતી પરંતપ જો હિના કમબેક કરશે તો તેના ફેન્સ માટે આ એક મોટી ખુશખબર હશે.

ઉલ્લેખનીય છે કે ટીવી પર ફરી એકવાર હિટ શો “કસોટી જિંદગી કી-2” આવી રહ્યો છે. આ શોના બધા કલાકારોના નામ સામે આવ્યા છે આ શોમાં કોમોલિકાના રોલ માટે હિના ખાનનું નામ જાણવા મળી રહ્યું છે જો કે, તેની સાથે સંબંધિત કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કસોટી જિંદગી કીના પ્રથમ ભાગમાં કોમોલિકાની ભૂમિકામાં ઉર્વશી ધોળકિયાએ જોવા મળી હતી.

Related posts

આ તો રૂપાણી સરકાર જ કરી શકે, કાગળ પર જ ચીતરી દીધા મસમોટા આંકડા

Nilesh Jethva

જાડી હોવાના કારણે મંગેતરે સગાઈ તોડી, બાદમાં યુવતીએ જે કરી બતાવ્યું તે જોઈ સૌ કોઈ ચોંકી ગયા

Pravin Makwana

રાજ્ય સરકારે છ હજાર સ્કૂલોને માર્યા તાળા, એક્ચ્યુઅલ કલાસના ઠેકાણા નથી મસમોટી ફેંકમફેંક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!