અભિનેત્રી હિના ખાને એડલ્ટ ફિલ્મ અંગે ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

અભિનેત્રી હિના ખાન તાજેતરમાં પોતાનું નવો લુક અને બૉલીવુડ ડેબ્યૂના કારણે ચર્ચમાં છે. એક ઈન્ટરવ્યૂમાં હિના ખાને બેબાકીપૂર્વક પ્રથમ વખત એડલ્ટ ફિલ્મ જોવાનો અનુભવ શેર કર્યો છે. મેગેજીન સાથે થયેલી તાજેતરની વાતચીતમાં હિનાએ જણાવ્યું, “પ્રથમ વખત એડલ્ટ ફિલ્મ જોવી મારા માટે આંખો ખુલી ગઇ હોય તેવુ હતું.”

હિના ખાનનૌ લુક આજકાલ બદલાયેલો છે. તેમણે પોતાના વાળની લંબાઇ શોર્ટ કરાવી છે, સાથે જ હેર કલર પણ કરાવ્યો છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીએ પોતાની નવી હેરસ્ટાઇલ બતાવતો નવો વીડિયો શેર કર્યો છે.

હાલમાં હિનાએ કાશ્મીરની સુંદર ખીણોમાં પોતાની પ્રથમ ફિલ્મનું શુટિંગ કર્યુ છે, તેઓ ટીવી અને ફિલ્મોમાં પોતાની હાજરી નોંધાવી રહી છે.

હિનાએ ફિલ્મ અંગે જણાવતા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “આ મહિલા કેન્દ્રીત ફિલ્મ છે, જેને એક ખાસ સમયે અને જગ્યાના બેક ડ્રૉપ પર સેટ કરવામાં આવી છે. આ શહેરની ચહલ-પહલ, ટેકનૉલોજી અને સ્પર્ધાથી દૂર હશે. હું નવા મીડિયમમાં જવાને એક ચેલેન્જના રૂપમાં જોઇ રહી છું.”

તો બીજીતરફ કસોટી-2માં કોમોલિકાનો નેગેટીવ રોલ નિભાવી રહી છે. છેલ્લા કેટલાંક દિવસોથી તેણી અન્ય કામમાં વ્યસ્ત રહેવાથી કસોટીથી ગાયબ દેખાઇ રહી છે.

પરંતુ અભિનેત્રીના ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. ટૂંક સમયમાં કસોટીમાં હિના ખાનનો ટ્રેક શરૂ થવાનો છે. ફિલ્મની શુટિંગ બાદ તેઓ પોતાનો સમય શોને આપશે.

બિગ બૉસ-11માંથી નિકાળ્યા બાદ હિના ઉંચાઇઓએ આંબી ગઇ છે. તેઓ પહેલાથી વધારે પ્રખ્યાત થઇ ગઇ છે. વારંવાર તેમને ઈવેન્ટ, પાર્ટીઓ અને હૉલીડે પર જોવામાં આવે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter