GSTV
Bollywood Entertainment Trending

કાન્સમાં પોતાના હુશ્નનો જલવો વિખેરવા જઈ રહી છે આ મશહૂર ટીવી એક્ટ્રેસ, દીપિકા, એશ્વર્યાને આપશે ટક્કર

એકવાર ફરીથી કાન્સ ફેસ્ટિવલની ધૂમ શરૂ થવા જઈ રહી છે. કાન્સ ફેસ્ટિવટના રેડ કાર્પેટ ઉપર અનેક દેશની હસીનાઓ પોતાના હુશ્નનો જલવો દેખાડે છે. ભારતીય હસિનાઓ પણ પોતાના રૂપનો જલવો વિખેરવા કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લે છે. જેમાં ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ અને સોનમ કપૂર મહત્વના છે. પરંતુ આ બધાને ટક્કર આપવા માટે ટીવી જગતની એક બીજી સુંદરી આવી રહી છે અને તેનું નામ છે હિના ખાન.

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન ફરી એકવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા જઈ રહી છે. આ માટે અભિનેત્રી હિના ખાન મુંબઈથી ફ્રાન્સ જવા રવાના થઈ ગઈ છે. મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેણે પર્પલ રંગનો ટ્રેક સૂટ પહેરવા સાથે સ્પોર્ટ શૂઝમાં ખૂબજ સુંદર લાગતી હતી. હિનાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તે સનગ્લાસમાં તેની બ્યુટીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

હિના ખાન લગભગ બે વર્ષ પછી ફરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વોક કરવા જઈ રહી છે. કાન્સમાં તેના રેડ કાર્પેટ ડેબ્યૂમાં હિનાએ કમાલ કરી દીધી હતી. તેણે ગ્રે કલરનો ચમકધમકદાર ડ્રેસ પહેર્યો હતો. આ આઉટફિટમાં તે કોઈ અપ્સરાથી ઓછી નહોતી લાગતી. આ વર્ષે ફરી એકવાર તે પોતાની સુંદરતાનો જાદુ ફેલાવવા માટે રેડ કાર્પેટ પર પગ મુકવા જઈ રહી છે અને આ વખતે પણ તે ત્યાં હાજર હુશ્નની પરીઓને ટક્કર આપી પોતાની હાજરી બતાવશે.

હિના ખાન પોતે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની એન્ટ્રીને લઈને ખૂબજ એક્સાઈટેડ છે. એરપોર્ટ પર અભિનેત્રીની ખુશી તેના બોડી લેગ્વેજ ઉપર સ્પષ્ટ જોવા મળી રહી હતી. અગાઉ અભિનેત્રી હિના ખાને કાન્સ 2019માં ભાગ લીધો હતો. જ્યાં એક્ટ્રેસના બોલ્ડ લુક્સની ખૂબ ચર્ચા થઈ હતી. હિના ખાન ખૂબ જ સ્ટાઇલિશ અભિનેત્રી છે અને પોતાની સ્ટાઇલથી તે આ વખતે પણ રેડ કાર્પેટ ઉપર પોતાનો જલવો પાથરીને આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!

Binas Saiyed

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Karan

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed
GSTV