GSTV
Entertainment Photos Television Trending

બ્લૂ મોનોકનીમાં હિનાનો બૉલ્ડ લુક, પૂલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટની સાથે આપ્યા પોઝ

ટીવીથી બોલીવુડ સુધી પોતાના હુનર અને મહેનતના દમ પર ખાસ ઓળખ ઉભી કરનારી એક્ટ્રેસ હિના ખાન પોપ્યુલારિટીના મામલામાં મોટા-મોટા સ્ટાર્સને ટક્કર આપે છે. હિના હાલનાં દિવસોમાં પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને  માલદીવમાં હૉલીડે એન્જોય કરી રહી છે.

હિના ખાને માલદીવથી પોતાના સિઝનિંગ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. વેકેશનના ફોટામાં હિના પુલમાં ફ્લોટિંગ બ્રેકફાસ્ટની સાથે બ્લૂ મોનોકની પહેરીને બોલ્ડ અવતારમાં દેખાઈ હતી.

હિના દરેક ફોટામાં પુલના કિનારે અલગ અલગ પોઝમાં જોવા મળી હતી. બ્લૂ મનોકોની સાથે મોટી હૅટ અને યલો સનગ્લાસિસ હિનાના આ બોલ્ડ લુકને હાઈલાઈટ કરી રહ્યા છે.

હિનાએ પોતાના ગ્લેમરસ અને સિઝલિંગ ફોટા શેર કરતા લખ્યુ હતુ, ધરતી પર સ્વર્ગ તો નથી, પરંતુ સ્વર્ગનાં હિસ્સા જરૂર છે.

હિનાના આ બોલ્ડ ફોટોઝને ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે. અને કમેન્ટ બોક્સમાં હિનાના બહુજ વખાણ કરી રહ્યા છે.

હાલમાં જ હિના ખાનનું એક રોમેન્ટિક સોંગ રાંઝણા રિલીઝ થયુ છે. હિનાના આ ગીતને પણ તેના ફેન્સે ઘણું પસંદ કરી રહ્યા છે. આ ગીતમાં પ્રિયાંક શર્માની સાથે હિનાની કેમેસ્ટ્રીને લોકોએ પસંદ કરી છે.

થોડા દિવસ પહેલાં જ હિના પોતાના સોંગને પ્રમોટ કરવા માટે બિગ બોસનાં શોમાં પહોંચી હતી. અહીં હિનાએ સલમાન ખાનની સામે રાંઝણા સોંગ પણ ગાયુ હતુ. સલમાને પણ હિનાનાં આ સોંગનાં વખાણ કર્યા હતા.

ટીવી બાદ હિના સિલ્વર સ્ક્રીનમાં છવાઈ જવા માટે તૈયાર છે. હિનાની પાસે ઘણી ફિલ્મો છે. હવે જોવાનું એ રહેશેકે, શું દર્શકો તેને ફિલ્મોમાં પણ એટલો જ પ્રેમ આપશે, જેટલો તેને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મળ્યો છે.

READ ALSO

Related posts

પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો

Hina Vaja

પ્રેમમાં ગળાડૂબ આદિત્યરોય કપૂર અને અનન્યા પાંડેને ઘરવાળાઓની લીલી ઝંડી

Siddhi Sheth

ચૈત્ર નવરાત્રીમાં આદ્યશક્તિના સાતમાં સ્વરૂપની આરાધના / મા કાલરાત્રીની પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે

Hina Vaja
GSTV