GSTV
Photos Trending

Photos : દેશી અવતાર બાદ હિના ખાને ગ્લેમરસ અંદાજમાં વિખેર્યો જાદુ

ટેલિવિઝનની ફેવરેટ બહુ એટલે કે હિના ખાને વર્ષો સુધી દર્શકોના દિલો પર રાજ કર્યા બાદ હવે તે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. હિના એક ઇવેન્ટ માટે લંડન પહોંચી છે અને અહી તે પોતાના અલગ લગ અવતારનો જાદુ ચલાવી રહી છે. તાજેતરમાં જ તેણે દેશી અવતારમાં પોતાના ફોટોઝ શેર કર્યા હતાં જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવલી હતી.

તેવામાં હિનાએ પોતાના ગ્લેમરસ અવતારની તસવીરો શેર કરી છે જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.

હિના પોતાના બૉયફ્રેન્ડ રૉકી સાથે લંડન પહોચી છે. હિનાની આ હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે હિના ખાન ફેમસ ટેલિવિઝન શૉ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાના પાત્ર દ્વારા એટલી ફેમસ થઇ કે આજે તેના કરોડો ચાહકો છે. આ ટેલિવિઝન શૉ છોડ્યા બાદ હિના ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.

તાજેતરમાં જ હિનાએ એક મ્યુઝિક વિડિયોમાં કામ કર્યુ છે. આ મ્યુઝિક વિડિયો ‘ભસૂડી’ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

હાલ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે હિના ખાન એકતા કપૂરના રિબૂટ શૉ ‘કસોટી ઝિંદગી કી’માં કોમલિકાના રોલમાં જોવા મળશે.

જો કે હજુ સુધી આ અંગે એકતા કે હિના તરફથી કોઇપણ નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે હિનાના ફેન્સ તેની ટેલિવિઝન પર વાપસીની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.

Related posts

અતિઅગત્યનું/ આધાર સાથે જોડાયેલી આ બે મોટી સેવાઓ UIDAI એ કરી નાંખી બંધ, તમારા પર પડશે સીધી અસર

Karan

પૈસા કમાઓ/ 1 રૂપિયાની નોટ તમને મિનિટમાં બનાવી દેશે લખપતિ!, જાણો કેવી રીતે

Damini Patel

શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી

Damini Patel
GSTV