GSTV
Entertainment Television Trending

હીના ખાને બોયફ્રેન્ડ સાથે સમૂદ્રની વચ્ચોવચ્ચ સાઇકલ ચલાવી, સિટી બજાવતો વીડિયો વાયરલ

ટેલિવિઝનથી બોલિવૂડ સુધી પહોંચેલી હીના ખાન પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતી છે. હીના ખાન પોતાના કામની સાથે સાથે સ્ટાઇલને કારણે પણ ચર્ચામાં રહે છે. તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા રહે છે. તાજેતરમાં જ એવો એક વીડિયો જોવા મળ્યો છે. આ વીડિયોમાં હીન તેના બોય ફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે સાઇક્લિંગ કરતી જોવા મળે છે. હીનાના આ વીડિયોને જયસ્વાલે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

હીના અને અને રોકી જયસ્વાલ આ વીડિયોમાં સાઇકલ ચલાવવાની સાથે સાથે સિટી વગાડતા પણ જોવા મળે છે. રોકી આગળ છે અને હીના તેની પાછળ પાછળ સાઇકલ ચલાવી રહી છે.  રોકીએ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે જમીનને આસમાન બનાવું જો તું કહે તો. જાને કહાં ગયે વો દિન.  સમૂદ્ર કિનારે બનાવાયેલા લાકડાના બેટ પર બંને સાઇકલ ચલાવી રહ્યા છે. ફેન્સ પણ આ વીડિયો જોઈને ખુશ છે અને સતત કોમેન્ટ કરી રહ્યા છે.

હીના ટૂંક સમયમાં નાગીન 5 માં જોવા મળશે. તેણે નાગીન 5 સાથેનો પોતાનો લૂક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં તે અલગ  જ અંદાઝમાં જોવા મળે છે.

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોના વીમાને તરત ક્લેમ કરશે LIC, હેલ્પલાઇન નંબર જારી, આપવા પડશે આ દસ્તાવેજો

Siddhi Sheth

Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે

Drashti Joshi

શરીરના આ ભાગો પર ગરોળી પડવી ખૂબ જ શુભ અને ફળદાયી

Siddhi Sheth
GSTV