GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

બોલિવૂડમાં જ્યાં નેપોટિઝિમના મામલો ગરમાહટ પકડી રહ્યો છે, ત્યાં હવે નાના પડદા પર પણ આવા અમુક કિસ્સાઓ રહી રહીને સામે આવી રહ્યા છે. અમુક ટીવી અભિનેત્રીએ પોતાની સાથે ભેદભાવ થતો હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે હવે આવી વાતો ધીમે ધીમે જગજાહેર થઈ રહી છે.

રશ્મિ દેસાઈએ લગાવ્યો ગંભીર આરોપ

ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ નાના પડદા પર ખૂબ પ્રખ્યાત નામ છે. બિગ બોસ 13માં પણ તે નજરે પડે હતી. રશ્મિએ હાલમાં ટીવી ઈંડસ્ટ્રીઝને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ હતું કે, ટીવી સ્ટાર્સને કહેવાય છે કે, ટીવી પર ખૂબ દેખાય ગયા અને હવે તમારુ એક્સપોઝર પણ ઘણુ થઈ ગયું. ફેશન ડિઝાઈનર તેમને ડિઝઆઈન કરેલા કપડા આપવાની ના પાડી દેતા હોય છે. ત્યાં સુધી કે ટીવી સ્ટાર્સનું પ્લેસમેન્ટ પણ અલગ કરવામાં આવે છે. બોલિવૂડમાં આઉટસાઈડર્સના સંઘર્ષથી તો સૌ કોઈ વાકેફ છે. જો કે, રશ્મિના જણાવ્યા અનુસાર ટીવી ઈંડસ્ટ્રીઝમાં પણ બહારથી આવતા લોકો માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છે.

હિના ખાને પણ કર્યો ખુલાસો

થોડા સમય પહેલા ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ હિના ખાને પણ આવો જ કંઈક ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ હતું કે, ટીવી સ્ટાર્સ સાથે ઘણો ભેદભાવ કરવામાં આવે છે. યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ…કસૌટી જિંદગી કી.. અને બિગ બોસમાં નજરે પડેલી હિના ખાન હવે ટીવી અને બોલિવૂડ બંને જગ્યાએ કામ કરી રહી છે. થઓડા સમય પહેલા જ તેણે જણાવ્યુ હતું કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં આવુ નથી પણ ભારતમાં હાલત થોડી અલગ છે. અહીં સ્ટેટસના હિસાબે વસ્તુ નક્કી થાય છે. હાલમાં તો તે બોલિવૂડમાં કામ કરી રહી છે એટલા માટે આ ભેદભાવથી બચી ગઈ છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!