GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ભારત અને જાપાનની સાથે સાથે આ દેશ પણ ચીનની નફ્ફટાઈથી થઈ રહ્યો છે પરેશાન, દુનિયા પાસે માગી મદદ

ભારત અને જાપાનને જંગની ધમકી આપી રહેલા ચીન વિરુદ્ધ હવે મ્યાનમારે પણ બરાબરનો ગુસ્સો ઠાલવી રહ્યુ છે. મ્યાનમારના આર્મી ચીફે આકરા શબ્દોમાં ચીનને ચેતવણી આપતા કહ્યુ છે કે, તેઓ અહીંના આતંકી સંગઠનોને હથિયાર ન આપે. જનરલે આ બાબતને લઈ આંતરરાષ્ટ્રીય સંગઠનમાં પણ સહયોગની માગ કરી છે. જણાવી દઈએ કે, દક્ષિણ પૂર્વ એશિયામાં મ્યાનમાર ચીનનું સૌથી પાડોશી માનવામાં આવે છે.

મ્યાનમારના આર્મી ચીફે ચીનને દોષિ ગણાવ્યુ

રશિયાની એક સરકારી ચેનલને ઈન્ટરવ્યૂ આપતા મ્યાનમારના આર્મી ચીફ જનરલ મિન આંગ હ્યાઈંગે કહ્યુ હતું કે, તેમની ધરતી પર જે આતંકી સંગઠન સક્રિય છે, તેની પાછળ મજબૂત તાકાત કામ કરી રહી છે. જેના માટે તેમણે આંતરરાષ્ટ્રીય સહયોગની પણ માગ કરી છે. જણાવી દઈએ કે, જનરલની આ મજબૂત તાકાતને ચીન સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.

અરાકાન આર્મીને હથિયાર આપે છે ચીન

મ્યાનમારના સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ બો મિન ટુન બાદ મ્યાનમારના સશસ્ત્ર દળના કમાંડક ઈન ચીફ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર વિસ્તારથી જણાવ્યુ હતું. પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, સેના પ્રમુખ અરાકાન આર્મી અને અરાકન રોહિંગ્યા સાલ્વેશન આર્મીનો ઉલ્લેખ કર્યો હતો. આ બંને આતંકી સંગઠ ચીનથી નજીક પશ્ચિમી મ્યાનમારમાં રાખિન રાજ્યામાં સક્રિય સંગઠન છે.

આતંકીઓને હથિયાર આપવા પાછળ આ છે કારણ

ચીન ઈચ્છે છે કે, મ્યાનમાર તેમના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં અનેક યોજનાને મંજૂર કરે. તેના માટે મ્યાનમાર સરકાર પર દબાણ બનાવવા માટે તે આતંકી સંગઠનોને હથિયાર આપે છે. જ્યારે મ્યાનમાર તેમા સામેલ થવાનો ઈન્કાર કરે છે. એટલુ જ નહીં. ચીન ભારતના પણ આતંકી સંગઠનોને કાશ્મીરમાં હુમલો કરવા માટે ઉકસાવી રહ્યુ છે.

મ્યાનમારના આતંકીઓ કર છે ચીની હથિયારોનો ઉપયોગ

મ્યાનમારમાં સક્રિયા આતંકી સંગઠનનો સુરક્ષાજવાનો પર હુમલો કરવા માટે ચીનથી આવેલા હથિયારોનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી મ્યાનમારમાં પોતાની મજબૂત પકડ માટે આતંકી સંગઠનનો હથિયાર સપ્લાઈ કરે છે. આ આતંકી સંગઠનો સાથે ચીની સેનાને સારા સંબંધો છે.

READ ALSO

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!