GSTV

Photos : હિમાલયના હિમાચ્છાદિત પહાડો પર જવાનોએ કર્યા યોગા

ભારતીય સેનાના જવાનોએ મોટાભાગે વિપરિત પરિસ્થિતીઓનો સામનો કરવો પડતો હોય છે તેમ છતાં આવી પરિસ્થિતીમાં પણ તેઓ શાનદાર પ્રદર્શન કરવા માટે જાણીતા છે. પરંતુ આ વખતે આઇટીબીપી (ભારત તિબેટ સીમા પોલીસ દળ)ની ચોંકાવનારી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જવાન શર્ટલેસ થઇને હિમાલયના હિમાચ્છાદિત પહાડો પર યોગા કરતા જોવા મળી રહ્યાં છે.

હકીકતમાં આ તસવીરો સૈનિકોના અભિયાસ સેશનની છે. આ તસવીરો દર્શાવે ચે કે જવાનોના શરીર ઠંડી હવાઓ માટે કેટલાં તૈયાર છે. આ જ કારણે તેઓ ખૂબ જ ઓછી તાપમાનમાં પણ પરફોર્મ કરી શકે છે. પછી ભલે તાપામન શૂન્ય હોય કે માઇનસમાં તેઓ દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર હોય છે.

આ તસવીરો ITBPએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. આ તસવીરો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. અનેક લોકોએ કમેન્ટ કરી છે કે આ તસવીરો જોઇને સૈનિકો માટે તેમના મનમાં સન્માન વધી ગયું છે.

આઇટીબીપીમાં આ જવાનોને હીમવીર કહેવામાં આવે છે. આઇટીબીપી તરફથી સતત ટ્વિટર પર ત્મની તાલીમની તસવીરો અપલોડ કરવામાં આવતી હોય છે.

અગાઉ 26મી જાન્યુઆરીએ પણ તેમણે બરફઆચ્છાદિત પહાડો પર ધ્વજ ફરકાવતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Related posts

અમદાવાદમાં કોર્પોરેટરના પિતાનું મોત થતા હોસ્પિટલ સામે કર્યા ગંભીર આક્ષેપ

Nilesh Jethva

અમદાવાદ : આ વિસ્તારમાં મોટા પાયે પોલીસ બંદોબસ્ત સાથે મકાનો તોડી નાંખવામા આવ્યા, સ્થાનિકોએ લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

VIDOE: નાળિયેરની અછત સર્જાતાં પ્રધાને નાળિયેર પર ચડીને કરીને પ્રેસ કોન્ફરન્સ, વીડિયો થયો છે વાયરલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!