સાબરકાંઠાના હિંમતનગરમાં બાળકી પર પરપ્રાંતિય શખ્સે આચરેલા દુષ્કર્મ બાદ લોકોમાં પરપ્રાંતિયો સામે રોષ છે. તેવામાં મહેસાણા ખાતે ઠાકોર ક્ષત્રિય સેનાએ હિન્દી ભાષી લોકોને માર મારી ગુજરાત છોડી જવા કહેવાયુ છે. ત્યારે આજે હિન્દી ભાષી લોકોમાં રોષ છે અને તેઓ ધંધો રોજગાર બંધ રાખ્યો હતો.
ગઈકાલે મહેસાણાના ફુવારા સર્કલ ખાતે કેટલાક શખ્સોએ રેંકડી ચલાવનાર પરપ્રાંતિય હોવાનું ચકાસીને તોડફોડ કરી હતી. ઠાકોર સેના મહેસાણામાં પરપ્રાંતિયો સામે વિરોધ દર્શાવી રહી છે અને તેમના પર થતા હુમલાને લઈને ત્રણ એસઆરપીની બટાલીયનો ફાળવી દેવા આવી છે. રેન્જ આઈજીએ મહેસાણા પહોંચી લોકો ગેરમાર્ગે ન દોયા તેવી અપીલ કરી છે.
