GSTV
Home » News » ગુલ્લી મારતા કર્મચારીઓ સામે ટીડીઓની લાલ આંખ, ઓફિસમાં લગાવ્યા સીસીટીવી

ગુલ્લી મારતા કર્મચારીઓ સામે ટીડીઓની લાલ આંખ, ઓફિસમાં લગાવ્યા સીસીટીવી

કર્મચારીઓની નિયમિતા જાળવવા અને ગુલ્લીબાજ કર્મચારીઓને સબક શીખવાડવા માટે હિમતનગર તાલુકા પંચાયતમાં સીસીટીવી લગાવાયા છે. આ ઉપરાંત કર્મચારીઓ સતત હાજર રહે તે માટે થંબીંગ સીસ્ટમ પણ લગાવાઇ છે જેને લઈને તાલુકા પંચાયતમાં કર્મચારીઓ નિયમિત હાજરી આપે છે.

હાલ તો કર્મચારીઓ સમયસર આવી જાય છે તો સાથે સાથે પંચાયતમાં સ્વચ્છતા રહે છે અને કોઈ અણબનાવ બને તો તે માટે આ સીસીટીવી કેમેરામાં જોઈને તેનો ઉકેલ લાવી શકાય તે માટે ટીડીઓ દ્રારા પંચાયતને તિસરી આંખ લગાવી છે.

આ ઉપરાંત ટીડીઓ દ્રારા તમામ ગતિવીધીઓ ઓફિસમાં બેસીને નિહાળે છે. આ ઉપરાંત રાત્રી સમયે પણ કચેરીને ઘરે બેઠા મોબાઈલમાં પણ જોઈ શકે છે.

આમ તો પહેલા પંચાયતમાં કર્મચારીઓ સમય સર હાજર રહેતા ન હતા. તો કેટલાક કર્મીઓ ગુલ્લી પણ મારતા હતા આ બધાને ધ્યાને રાખીને તાલુકા વિકાસ અધિકારીએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે જેનાથી કોણ પંચાયતમાં આવે છે અને કોણ જાય છે તેના પર ટીડીઓ નજર રાખે છે.

આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા, વ્યવસ્થિત સંચાલન થાય કચેરીની કાર્યવ્યવસ્થા અને જે અરજદારો આવે તે ગંદકી ન કરે જેવી તમામ નજર આ તિસરી આંખથી રખાય છે. પહેલા કરતા 16 જેટલા સીસીટીવી કેમેરા લગાડવાથી ફરક પણ પડ્યો છે. તો કર્મચારીઓ હાજર રહે તે માટે બાયોમેટ્રીક સીસ્ટમ પણ રાખવામાં આવી છે. જેને લઈને કર્મચારીઓ આવતા અને જતા એટેડન્સ ભરીને જાય છે.

આમ તો પંચાયતના સ્વ ભંડોડમાંથી ટીડીઓ દ્રારા સીસીટીવી લગાવીને કચેરીમાં થતી ચહેલ પહેલ પર ટીડીઓ નજર રાખી રહ્યા છે. ત્યારે જો તમામ કચેરીઓમાં આ રીતે સીસીટીવી કેમેરા લગડવામાં આવે તો ચોક્કસ પણે કોઈ કર્મચારીઓ ગેરહાજર ન રહે.

 

Related posts

ટાઈગર શ્રોફે 200 કિલો વજન ઉઠાવતા, ફેન્સ થયા શોક

Kaushik Bavishi

92 રનની ઈનિંગ રમી સ્ટીવ સ્મિથે રચી દીધો આ મોટો ઈતિહાસ

Path Shah

સુરતમાં ટાંકામાં પડી ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત, પિતાએ લગાવ્યો પરિવાર પર ગંભીર આરોપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!