GSTV
Home » News » જો ભાજપ બીજી વખત સતામાં નહીં આવે તો પાકિસ્તાન સંસદ પર હમલો કરી દેશે અને પ્રધાનમંત્રી કંઈ નહીં કરી શકે

જો ભાજપ બીજી વખત સતામાં નહીં આવે તો પાકિસ્તાન સંસદ પર હમલો કરી દેશે અને પ્રધાનમંત્રી કંઈ નહીં કરી શકે

amit shah election

આસામના વરિષ્ઠ પ્રધાન હિમંત બિસ્વા શર્માએ રવિવારે કહ્યું હતું કે જો ભાજપ સત્તા પર ન આવી તો પાકિસ્તાનની સેના અથવા આતંકવાદીઓ ભારતીય સંસદ અને આસામ વિધાનસભા પર હુમલો કરી શકે છે અને આવી પરિસ્થિતિમાં ભારત પાસે બદલો લેવાની હિંમત નહીં હોય.

એક અખબાર પ્રમાણે નાગાંવ જિલ્લાના કામપૂરમાં ચૂંટણી રેલીને સંબોધતા શર્માએ કહ્યું હતું કે, જો આપણે ફરીથી દેશમાં અને આસામમાં મોદી સરકાર લાવીશું નહીં તો પાકિસ્તાની સેના અથવા આતંકવાદીઓ ભારતીય સંસદ અને આસામ વિધાનસભા પર હુમલો કરી શકે છે. અને પ્રધાન મંત્રી પાસે તેને જવાબ આપવાની હિંમત નહીં હોય. ‘

તેમણે આગળ કહ્યું કે “દેશને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાનની જરૂર છે. નવુ ભારત દુનિયાને જવાબ આપી શકે છે અને પાકિસ્તાન સામે જરૂરી પગલા લેવાની હિંમત ધરાવે છે. ” તેમજ કહ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલા બાદ, સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની પ્રશંસા કરવાવાળા લોકોમાં અસમમાં જ 130 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે “જો આપણે ભાજપના નેતૃત્વ હેઠળ એક નહીં થઈએ તો જે લોકો પાકિસ્તાન ઝિંદાબાદ કહે તે એક દિવસ આસામમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતિનો નાશ કરી નાખશે. તેથી જ આપણે ફક્ત વિકાસ માટે નથી લડવાનુ. આ વિકાસની રાજનીતિ સાથે ઓળખાણની રાજનીતિ છે.

READ ALSO

Related posts

રિતિક રોશનની મમ્મી પર ચઢ્યો સુપર 30નો ફીવર, જુગરાફિયા સોન્ગ પર કર્યો ડાન્સ

Dharika Jansari

જમ્મુ કાશ્મીરના અનંતનાગ હાઇવે પાસે IED હોવાની સૂચના, રોકવામાં આવી અમરનાથ યાત્રા

Bansari

જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના ઈતિહાસમાં આ વખતે સૌથી ઓછું મતદાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!