GSTV
Bollywood Entertainment Trending

હવે આ એક્ટરનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ, કહ્યું- આ વાયરસને હળવાશથી ના લેતા

કોરોના

બોલિવૂડના એક્ટર હિમાંશ કોહલીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પરથી આ માહિતી આપી હતી. તેની આ પોસ્ટ પર ફેન્સે સારા એવા રિએક્શન આપ્યા છે અને તેના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના પણ કરી છે. કોહલીએ વળતી પોસ્ટ કરીને લખ્યું છે કે ભગવાનની કૃપાથી તથા તમારા બધાની પ્રાર્થનાથી હવે અમારો પરિવાર સ્વસ્થ થવાની દિશામાં આગળ ધપી રહ્યો છે.

હિમાંશ કોહલીએ શેર કરી આ પોસ્ટ

અમે ઘણી વાર વિચારીએ છીએ કે અમારી પાસે બેસ્ટ ઇમ્યુનિટી છે, મારી સાથે કાંઈ નહીં થાય અમે તો યોદ્ધા છીએ વગેરે વગેરે. અને અમને લાગે છે કે અમે ઉચ્ચ સ્તર પર ઘણી સાવધાની રાખીએ છીએ તેમ તેણે કહ્યું હતું.

હિમાંશુ કોહલીએ પોસ્ટમાં લખ્યું હતું કે માતા પિતા અને બહેન બાદ મારામાં પણ કોરોનાના લક્ષણો દેખાયા હતા. મેં તપાસ કરાવી તો પોઝિટિવ આવ્યો.

હું જરાય ડર્યો નથી કેમ કે રિકવરીની ટકાવારી ઘણી સારી છે. હું તમને કહું કે આ વાયરસને દરેક લોકો પોતાની રીતે જોતા હોય છે. હું હળવાશથી લેતો નથી અને પ્રાર્થના કરું છું કે તમારામાંથી કોઈ પાસે કોરોના પહોંચે નહીં.

Read Also

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV