એક્ટર હિમાંશ કોહલી નાતાલની ઉજવણીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેનું કહેવું છે કે તે તેના પ્રેમને ક્રિસમસ ભેટ આપવા માટે રાહ જોઈ શકતો નથી. તેમણે કહ્યું, “એક સમય એવો હતો કે જ્યારે હું મારા પરિવાર, મિત્રો અને પડોશીઓ પાસેથી ભેટો મેળવતો હતો. મારા જીવનમાં ઘણા બધા સાંતા હતા, ખાસ કરીને મારા પિતા જેમણે ક્યારેય મારી કોઈ માંગણીઓ માટે ના કહ્યુ નથી.”
“… પરંતુ હવે મારા માટે સમય આવી ગયો છેકે, હું કોઈના માટે સાન્તાક્લોઝ બનું અને મને પસંદ છે તેમનું ધ્યાન રાખવું જેમને હું પ્રેમ કરુ છું, તો આ ક્રિસમસમાં હુ જેને પ્રેમ કરું છું તેમને ગિફ્ટ આપવા માંગુ છું, અને તેમના માટે એક સાન્તાક્લોઝ બનવા માંગું છુ, હિમાંશે કહ્યુકે, તેઓ માને છેકે, ક્રિસમસ જૂની દોસ્તીને પુનર્જીવિત કરવાની અને પરિવારનાં લોકોના લોકો સાથે સમય વિતાવવાની તક આપે છે.
હિમાંશ કોહલી અને નેહા કક્કડ ઘણા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. બંનેએ પોતાના પ્રેમનો ઈઝહાર પણ બધાની સામે કર્યો હતો. અને થોડા મહિના પહેલાં જ બંને અલગ થઈ ગયા હતા. બંનેનાં બ્રેકઅપ પણ ઘણા ચર્ચામાં રહ્યા હતા. નેહા કક્કડ આ બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી. જ્યારે હિમાંશને તેમના સંબંધ વિશે પુછવામાં આવ્યુ તો તેણે નેહાના સારા ભવિષ્યની કામના કરી હતી.
નેહા માટે કરી આ વાત
તેણે જણાવ્યુ હતુકે, જે થવાનું હતું તે થઈ ગયું, તે તેને બદલી શકતો નથી, પરંતુ તે ઈચ્છે છેકે, નેહા કક્કડની સાથે આગળ બધુ બરાબર થાય, તેમણે કહ્યુ, “ખરાબ સમયમાં પણ અમે બંનેએ એકબીજાને સન્માન આપવાનું ઓછું કર્યુ ન હતુ. તે શાનદાર આર્ટિસ્ટ છે અને સુંદર માણસ છે. મારી બસ એજ ઈચ્છા છેકે, તે જીવનમાં જે પણ ઈચ્છા રાખે છે તે જીવનમાં તેને મળે.”
READ ALSO
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?