GSTV

Viral Video/ હિમાચલમાં આંખના પલકારે ધસી પડ્યો પહાડ, વીડિયોમાં જુઓ જીવ બચાવવા માટે મચી કેવી નાસભાગ

પહાડ

Last Updated on November 25, 2021 by Bansari

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં દેઢ ઘરાટ પાસે પહાડનો એક ભાગ જોત જોતાંમાં જ ધસી પડ્યો હતો. જો કે આના કારણે કોઈ જાનહાની કે જાનમાલના નુકશાનના અહેવાલ નથી. તે જ સમયે, હવે કાટમાળ પડવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહાડનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. આ દરમિયાન લોકો તેનો વીડિયો બનાવતા રહ્યા.

પહાડ

મળતી માહિતી મુજબ, પહાડ પરથી પડેલા કાટમાળને કારણે કાલકા શિમલા હાઈવે લગભગ અડધા કલાક સુધી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પરંતુ જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ નથી. સાથે જ એરીફ કંપનીના અધિકારીઓએ ટૂંક જ સમયમાં રસ્તો ખુલ્લો કરાવી વાહનવ્યવહાર સુચારૂ કર્યો હતો. હાલ એરીફ કંપની ઘટના સ્થળે ચાંપતી નજર રાખી રહી છે. તમને જણાવી દઈએ કે એરીફ કંપની દ્વારા રોડ પહોળો કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે આ જગ્યાએ અવારનવાર આવી ઘટનાઓ જોવા મળી રહી છે. પરંતુ સારી વાત એ છે કે હજુ સુધી અહીં કોઈ જાનહાની થઈ નથી.

બિલ્ડિંગ માલિક વિરુદ્ધ FIR

તે જ સમયે, સવારે, સોલન જિલ્લાના પરવાણૂ સેક્ટર-2માં ચાર માળની ઇમારત ધરાશાયી હોવાના સમાચાર સામે આવ્યા. આ ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક મજૂરનું મોત થયું હતું, જ્યારે ત્રણ મજૂરોને બચાવી લેવાયા હતા. બિલ્ડીંગ તુટી જવાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન ધૂળના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા. મંગળવારે બપોરે 1.30 વાગ્યે થયેલા આ અકસ્માત અંગે પોલીસે બિલ્ડિંગ માલિક વિરુદ્ધ FIR નોંધી છે.

પહાડ

ખોદકામ માટે અંદર જેસીબી રાખવામાં આવ્યુ હતુ

મળતી માહિતી મુજબ, બિલ્ડિંગના માલિકે બિલ્ડિંગના સમારકામ માટે અંદર ખોદકામ માટે જેસીબી મૂક્યું હતું. ખોદકામ દરમિયાન પાયો હલી જવાને કારણે ઈમારત ધરાશાયી થઈ હતી અને સમારકામના કામમાં રોકાયેલા કામદારો તેમાં દટાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા આ બિલ્ડિંગમાં એક ખાનગી ઉદ્યોગ હતો, જે બંધ થઈ ગયો હતો. બિલ્ડિંગ ખાલી હતી.

Read Also

Related posts

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel

આરોગ્ય/ આ રીતે વધી રહેલુ વજન જીવલેણ સાબિત થઇ શકે છે, વધી જાય છે આ ગંભીર બીમારીઓનું જોખમ

Bansari

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!