GSTV

સરકારી આદેશ : હિમાચલ ફરવા જવું છે તો લેવી પડશે રસી, વેક્સીનેટેડ લોકોને મળશે જ એન્ટ્રી: RT-PCR પણ નેગેટીવ જરૂરી

Last Updated on August 4, 2021 by pratik shah

ભારતમાં કોરોનાની બીજી લહેરના પીક બાદ કેસોની સંખ્યા ઘટી છે, પરંતુ કોરોનાનું જોખમ હજુ પણ ઘટ્યું નથી. હિમાચલ પ્રદેશ અને અન્ય પ્રવાસન સ્થળોએ ભીડે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની ચિંતા વધારી હતી. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું કે,‘જે પ્રવાસીઓ રાજ્યમાં આવવા માગે છે તેઓ વેક્સિન લગાવડાવીને જ હિમાચલ આવે.’ કોરોનાના વધતા કેસને જોતા રાજ્યની કેબિનેટમાં નિર્ણય કરવામા આવ્યો છે.

વેક્સિન લગાવનારને પણ રાજ્યમાં એન્ટ્રી મળી શકશે

નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ લાવનારને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. આ ઉપરાંત વેક્સિન લગાવનારને પણ રાજ્યમાં એન્ટ્રી મળી શકશે. રાજ્યમાં વધતા કેસોને જોતા મુખ્યમંત્રીએ આગામી સમયમાં અમુક પ્રતિબંધો લગાવવાના પણ સંકેત આપ્યા હતા, જેથી કેસોની સંખ્યા વધતા અટકાવી શકાય.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. મંગળવારે દેશમાં 30 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. જે બુધવારે વધીને 42 હજાર 625 થયા. એક દિવસમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા 12 હજાર કરતા વધારે વધી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 562 લોકોનાં કોરોનાથી મોત થયા હતા. તો વળી 24 કલાકમાં દેશમાં 36 હજાર 668 લોકોએ કોરોનાથી મુક્તિ મેળવી હતી. હાલ દેશમાં કોરોના વાઈરસના ચાર લાખ 10 હજાર 353 એક્ટિવ કેસ છે. તો દેશમાં અત્યાર સુધી કુલ 48 કરોડ 52 લાખ 86 હજાર 570 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે.

મહારાષ્ટ્રમાં કોરોના દરદીની સંખ્યામાં ધરખમ ઘટાડો

મહારાષ્ટ્રમાં કોરોના દરદીની સંખ્યામાં ધરખમ ઘટાડો થઈ રહ્યા છે. તેમ જ દરદી સ્વસ્થ થવાનું પ્રમાણ વધી ગયું છે, પરંતુ મૃતકની સંખ્યામાં ખાસ ઘટાડો થતો ન હોવાથી સરકાર ચિંતામાં છે. કોરોનાના નવા ૬૦૦૫ કેસ નોંધાયા હતા અને ૧૭૭ દરદીના મોત થયા હતા. જ્યારે ૬૭૯૯ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા અને કોરોનાના ૭૪૩૧૮ દરદી સક્રીય છે, જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૬૩૨૧૦૬૮ થઈ છે. એટલે કે કોરોનાના દરદીનું પ્રમાણ ૧૩.૦૨ ટકા થયું છે અને મરણાંકની સંખ્યા ૧૩૩૨૧૫ થઈ છે. જેથી કરીને મરણાંક પ્રમાણ ૨.૧ ટકા થયું છે.

જ્યારે રાજ્યમાં કોરોનાના ૬૧,૧૦,૧૨૪ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. પરિણામે કોરોનાનું પ્રમાણ ૯૬.૬૬ ટકા થયું છે અને રાજ્યમાં ૪૫૧૯૭૧ લોકો હોમ ક્વોરન્ટાઇન થયા છે અને ૩૦૦૯ લોકો સંસ્થાત્મક ક્વોરન્ટાઇન થયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના નવા ૨૮૮ કેસ નોંધાયા છે. અને ત્રણ દરદીએ જીવ ગુમાવ્યો હતો. આથી કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૩૫૬૫૯ થઈ છે અને મરણાંકની સંખ્યા વધીને ૧૫૯૧૧ થઈ છે. જ્યારે આજે કોરોનાના ૪૧૨ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે અત્યાર સુધી કોરોનાના ૭૧૨૭૨૩ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. એટલે કે કોરોનાના રિકવરીનું પ્રમાણ ૯૭ ટકા થયું છે.

મુંબઈમાં અત્યારે કોરોનાના ૪૬૧૬ દરદી સક્રીય તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં કોરોનાના દરદીની સંખ્યા બમણીનો સમય ગાળો વધીને ૧૫૫૫ દિવસ થયો છે. જ્યારે મુંબઈમાં ઝૂંપડપટ્ટી અને ચાલ કોરોનાથી મુક્ત બની છે. અત્યારે બે ઝૂંપડપટ્ટી કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. અને ૪૮ મકાનો સીલ છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!