GSTV
Home » News » હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં પડી જતા 43નાં મોત

હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં પડી જતા 43નાં મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગંભીર અકસ્માત થયો છે. જેમાં એક બસ ઉંડી ખાઈમાં પડી ગઈ છે. આ ગંભીર અકસ્માતમાં 43 લોકોના મોત થયા, છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ બનાવ કુલ્લૂના બંજારામાં થયો હતો. આ બસ જિલ્લા બંજારથી એક કિલોમિટર આગળ ભિયોઠના વળાંક નજીક 500 ફીટ ઊંડી ખીણમાં નીચે પડી હતી.

આ બસ કુલ્લુથી ગાડાગુશૈણી તરફ જતી હતી. એક અંદાજા પ્રમાણે આ બસમાં આશરે 40 થી 50 લોકો સવાર હોવાનું અપેક્ષિત થયું છે.

ઇજાગ્રસ્ત લોકોને ખીણમાંથી બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકો સ્થળે પહોંચી ગયા છે. નદીના ભારે વહેણ વચ્ચે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પરખચ્ચા ઉડી ગયા હતા. જેઓ અકસ્માતમાં બચી ગયા હતા તેઓએ કહ્યું કે એક ભયંકર અકસ્માત થયો હોવ છતા અમે જીવંત બચી ગયા.

તે એક ચમત્કાર કરતા ઓછું નથી. આ અકસ્માતમાં 12 મહિલા, 6 છોકરીઓ, 7 બાળકો અને 10 યુવાનો ઘાયલ થયા છે. તે જ સમયે કેટલાક લોકોની હાલત અત્યંત ગંભીર છે. જ્યારે ઘટના સ્થળ પર વહીવટી અધિકારીઓ અને પોલીસ દળ હાજર છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!