GSTV
Home » News » હિમાચલપ્રદેશમાં હિમ વર્ષાના પગલે જાણો હવામાન વિભાગે શું કરી આગાહી…

હિમાચલપ્રદેશમાં હિમ વર્ષાના પગલે જાણો હવામાન વિભાગે શું કરી આગાહી…

શિયાળો હવે તેનો અસલી મિજાજ દેખાડશે. કારણકે ડિસેમ્બર અડધો વીત્યો ત્યાં સુધી લોકોને કાતિલ ઠંડીનો કોઇ અહેસાસ થયો ન હતો. ત્યારે હવે આગામી થોડા દિવસોમાં લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ થશે. કારણકે જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષા બાદ હવે હિમાચલપ્રદેશમાં પણ હિમ વર્ષા થઇ છે.

હિમાચલના મનાલી કુલી અને કૂફરી સહિતના વિસ્તારમાં અડધો ઇંચ જેટલી બરફ વર્ષા થઇ છે. જેના કારણે હાલમાં હિમાચલના પ્રવાસે પહોંચેલા પ્રવાસીઓ માટે સ્નો ફોલનો અદભૂત રીતે આનંદ લેવામાં આવી રહ્યો છે. મનાલીમાં સિઝનની પહેલી હિમવર્ષાથી અહીંનું વાતાવરણ જાણે સ્વર્ગનો અહેસાસ કરાવી રહ્યુ છે.


હવામાન વિભાગે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારમાં ઠંડી વધવાની આગાહી પણ કરી છે. ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશાના પવનને પગલે ઠંડીમાં વધારો નોંધાયો છે. આગામી બે દિવસમાં ઠંડીનો પારો ૧૧ ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. આગામી સપ્તાહથી ઠંડીના જોરમાં વધારો થશે. તેમ પણ હવામાન વિભાગે કહ્યુ છે.

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ગગડ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવન વાતા અનુભવાઈ રહ્યા છે. અને ઠંડીના પ્રમાણમાં ગઈકાલ કરતા વધારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના ચમકારા વચ્ચે કેટલાય લોકો મોર્નિંગ વોક અને કસરત કરતા જોવા મળી રહ્યા છે. તો કેટલાય લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે કેટલાક મિત્રો ફુલ ગુલાબી ઠંડીના માહોલમાં ચાની ચુસ્કી લગાવતા પણ નજરે પડે છે.

Related posts

યાર્ડ ડિરેક્ટરના વિવાદાસ્પદ નિવેદનથી ખેડૂતો વિફર્યા, ‘અમે ખેડૂતોને કંકોત્રી નથી લખતા’

Mayur

દોઢ વર્ષથી ફરાર બિટકોઈન કેસના આરોપી શૈલેષ ભટ્ટને કોર્ટે ભાગેડુ જાહેર કર્યો

Mayur

શિવસેનાનો હુંકાર : 5 વર્ષ સુધી નહીં પણ 25 વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!